Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સ - હવે જુવાર ના લોટ ના ખાટ્ટા મીઠ્ઠા ઢેબરા તદ્દન...

કિચન ટિપ્સ – હવે જુવાર ના લોટ ના ખાટ્ટા મીઠ્ઠા ઢેબરા તદ્દન ઓછી સામગ્રીમાં બનાવવા હોઈ તો આ રીત જોઈલો

થેપલા કે ઢેબરા આપણા ગુજરાતીઓનો મેન ખોરાક છે નાસ્તો હોય કે પ્રવાસ દરમિયાન ખાવાનું સાથે લઈ જવું હોય દરેક લોકો થેપલા અને ઢેબરાને પ્રાઘાન્ય આપે છે આજે જુવારના લોટના ઞેબરા બનાવાની રીત જોઈશુનં જે સ્વાદમાં ખાટ્ટા મીઠા હોય છે 4 5 દિવસ સુઘી તેને સાચવી શકાય છે સાથે જ બનાવામાં ખૂબ જસરળ અને ઓછી મહેનત લાગે છે.તો ચાલો જોઈએ એ દેશી રીતે ઢેબરા બનાવાની રીત.

 

સામગ્રી

  • 200 ગ્રામ જુવારનો લોટ
  • 4 ચમચી લીલા મરચા આદુની પેસ્ટ
  • જરુર પ્રમાણે દહીં – લોટ બાંઘવા માટે
  • 3 ચમચી – ખાંડ જો તમે ઈચ્છો તો ગોળ પણ યૂઝ કરી શકો છો
  • 2 ચમચી સમારેલા લીલા ઘાણા
  • 1 નંગ છીણીને પાણી નીતારેલી દુઘીની છીણ
  • 1 ચમચી એજમો
  • 1 ચમચી જીરુ
  • જરુર પ્રમાણે હરદળ 
  • તળવા માટે તેલ

ઢેબરા બનાવાની સરળ સીઘી રીત

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં જુવારનો લોટ લઈલો

હવે આ લોટમાં આદુ મરચાની પેસ્ટ, મીટું ,હરદળ,4 ચમચી તેલ, ખાંડ અને લીંબુનો રસ એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીદો

ત્યાર બાદ આ મિશ્રણમાં છીણેલી દુઘી એડ કરીદો

હવે જોઈતું જોઈતું દહી નાખતા જાઓ અને તદ્દન નરમ હાથ વડે પાથરી શકાય તે રીતનો લોટ તૈયાર કરો

હવે જ્યારે લોટ તૈયાર થઈ જા એટલે પાટલી પર એક પ્લાસ્ટિકની બેગ લો ત્યાર બાદ જુવારના લોટમાંથી એક લૂઓ લઈલો અને અને પ્લાસ્ટિકની કોથળી પર  પ્રસરીને તેમાંથઈ ઢેબરા (થેપલા ) તૈયાર કરો

હવે આ ઢેબરાને તવી પર તેલમાં બન્ને બાજુ પાકી જાય તે રીતે કાચા ન રહે તે રીતે તળીલો તૈયાર છે જુવારના લોટના સરળ રીતે બનતા ઢેબરા

આ ઢેબરા લસણની ચટણી સાથે સર્વ કરી શકાય છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img