Site icon Revoi.in

ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકને કારણે બેંગલુરુમાં વધ્યું ટેન્શન,ઘણા રાજ્યોમાં કડકાઈ વધી

Social Share

બેંગલુરુ:કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનથી ભારત છેલ્લા 8 દિવસથી બચેલું હતું, આખરે દેશમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. ગુરુવારે કર્ણાટકમાં પ્રથમ વખત ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત બે દર્દીઓ મળી આવ્યા છે.

બે દર્દીઓ સામે આવ્યા બાદ કર્ણાટક સરકાર સતર્ક થઈ ગઈ છે અને પ્રશાસને ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધું છે. કર્ણાટકમાં મળી આવેલા બંને ઓમિક્રોન દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે જેથી નવા વેરિયન્ટની ફાયરપાવરની પુષ્ટિ થઈ શકે.જો તે ડેલ્ટા વેરિયન્ટ જેટલો જ ખતરનાક હોય તો સમસ્યાઓ વધી શકે છે.

ઓમિક્રોનના વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં છે ત્યારે રાજ્ય સરકારોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોરોના પ્રોટોકોલને વધુ કડક બનાવી રહી છે.

હવે સરકાર અને સિસ્ટમનો પ્રયાસ છે કે,આ વેરિયન્ટને વધુ ફેલાતા કેવી રીતે રોકવું કારણ કે તે ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતાં 5 ગણી વધુ ઝડપે ફેલાય છે. આ જ કારણ છે કે,મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, યુપીથી લઈને તમિલનાડુ સુધીની તમામ સરકારો કોઈપણ ભોગે સંક્રમણને રોકવાનો પ્રયાસ કરી રહી છે.