Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પાછળનું જાણો કારણ…

Social Share

ભારતીય સંસ્કૃતિ અનુસાર મહિલાઓને પૂજનીય માનવામાં આવે છે. બીજી તરફ દુનિયામાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની આગવી જગ્યા બનાવી છે. દર વર્ષ 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારી નારીશક્તિનું સન્માન પણ કરવામાં આવે છે. પરંતુ 8મી માર્ચના રોજ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, તે વિશે જાણીએ…

મહિલા દિવસની ઉજવણી માટે 8મી માર્ચને પસંદ કરવાનું એક ચોક્કસ કારણ છે. અમેરિકામાં કામ કરનારી મહિલાઓએ 8 માર્ચના રોજ પોતાના અધિકારોને લઈને આંદોલન છેડ્યું હતું. સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ ન્યૂયોર્કમાં 1908માં કામદારોના સમ્માન માટે આ દિવસની પસંદગી કરી હતી. જ્યારે રશિયાની મહિલાઓએ મહિલા દિવસની ઉજવણી કરવા માટે પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કર્યો છે. યુરોપની મહિલાઓ 8 માર્ચે પીસ એક્ટિવિસ્ટ્સને સપોર્ટ કરવા માટે રેલીઓ નીકાળતી હતી. આ જ કારણ છે કે, 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. બાદમાં 1975માં સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય દિવસની માન્યતા આપી હતી.

દર વર્ષ 8મી માર્ચના રોજ મહિલા દિવસ એક ખાસ થીમ આધારિત ઉજવવામાં આવે છે. આ વર્ષે Inspire Inclusionના થીમ ઉપર ઉજવણી રવામાં આવશે. મહિલાઓને પુરુષ સમાન સમ્માન અને તેમના અધિકારો પ્રતિ જાગૃત કરવાના ઈદારે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવા અને સમાજમાં ફેલાયેલી અસમાનતા દૂર કરવા માટે આ દિવસનું ખુબ મહત્વ છે.