Site icon Revoi.in

ભારતમાં કોરિયન એમ્બેસીએ RRR મૂવીના નાટુ નાટુ ડાન્સ કવર શેર કર્યું,પીએમએ ટ્વીટ કરીને કહી આ વાત

Social Share

મુંબઈ:RRR ફિલ્મે ઈતિહાસ રચ્યો છે.પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ’ પણ જબરદસ્ત ધૂમ મચાવી રહ્યું છે.આ ગીતનો ક્રેઝ પ્રેક્ષકોને તેના પર   દીવાના કરી રહ્યો છે.લોકો આ ગીત પર ડાન્સ કરવાનો કોઈ મોકો છોડતા નથી.હાલમાં જ કોરિયા એમ્બેસીના સ્ટાફે આ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ભારતમાં કોરિયન એમ્બેસીએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. જેમાં કોરિયન એમ્બેસેડર ચાંગ જે બોકની સાથે એમ્બેસીમાં કામ કરતો સ્ટાફ ‘RRR’ ના ગીત ‘નાટુ નાટુ’ પર ડાન્સ કરતો જોવા મળે છે.આ સાથે કેપ્શન લખ્યું છે, ‘શું તમે નાટુને જાણો છો? અમે કોરિયાના એમ્બેસીના ‘નાટુ નાટુ’ ડાન્સ કવરને શેર કરતા ખુશ છીએ.

ગયા વર્ષે માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’માં રામ ચરણ અને જુનિયર NTR મુખ્ય ભૂમિકામાં હતા.ફિલ્મના ગીત નાટુ નાટુએ ઈતિહાસ રચી દીધો છે.આ ગીતને ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે.આ સિવાય ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ પણ તેના ખાતામાં આવ્યો.આ ગીતને 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યું છે.

ભારતમાં કોરિયન એમ્બેસીએ RRR મૂવીનું નાટુ નાટુ ડાન્સ કવર શેર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને જીવંત અને આરાધ્ય ટીમ પ્રયાસ ગણાવ્યો હતો.

ભારતમાં કોરિયન એમ્બેસી દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં,વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;”જીવંત અને આરાધ્ય ટીમ પ્રયાસ. ”