Site icon Revoi.in

વન નેશન વન ઈલેક્શન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને કોવિંદ કમિટીએ સોંપ્યો રિપોર્ટ, 18626 પૃષ્ઠોનો છે અહેવાલ

Social Share

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યોની વિધાનસભા સહીતના વિભિન્ન નિગમોની એકસાથે ચૂંટણી કરાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી ઉચ્ચસ્તરીય સમિતિએ ગુરુવારે એક રાષ્ટ્ર-એક ચૂંટણી પર પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે. સમિતિએ દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા બાબતેની ભલામણનો રિપોર્ટ સોંપ્યો છે.

ગત વર્ષ સપ્ટેમ્બરમાં રચવામાં આવેલી સમિતિને હાલના બંધારણીય માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતો માટે એક સાથે ચૂંટણી કરાવવા માટેની સંભાવનાઓ ચકાસવા અને ભલામણો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પ્રસ્તાવિત રિપોર્ટમાં લોકસભા, રાજ્ય વિધાનસભા અને સ્થાનિક નિગમ ચૂંટણી કરાવવા માટે એક એકલ મતદાતા યાદીને લઈને ભલામણ કરવામાં આવી છે.

કોવિંદની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, નાણાં પંચના પૂર્વ અધ્યક્ષ એન. કે. સિંહ, પૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ કશ્યપ અને વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે પણ સામેલ છે.

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે સમિતિને સંપૂર્ણપણે છેતરામણી ગણાવીને તેમા સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો. કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ સમિતિમાં વિશેષ આમંત્રિત સદસ્ય છે.

આ સમિતિના રિપોર્ટમાં વન નેશન વન ઈલેક્શન સંદર્ભે તમામ બંધારણીય સંશોધનની ભલામણ કરવામાં આવી છે.

પહેલા તબક્કામાં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરવાની ભલામણ કરાય છે.

બીજા તબક્કામાં નગરપાલિકાઓની ચૂંટણીને પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવવાની ભલામણ કરાય છે