Site icon Revoi.in

કચ્છઃ મુંદ્રા પોર્ટ ઉપર કન્ટેનરમાંથી પ્રતિબંધિત રક્તચંદનનો જથ્થો ઝડપાયો

Social Share

અમદાવાદઃ કચ્છના મુંદ્રામાંથી એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈન પકડાવવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં પોર્ટમાં સીએફએસ કન્ટેનરમાંથી રક્ત ચંદનનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. ડીઆરઆઈની તપાસમાં રક્ત ચંદનનો જથ્થો મળ્યો હોવાનું ખૂલ્યું છે. આ રક્તચંદનની કિંમત સાત કરોડથી વધારે હોવાનું મનાઈ રહ્યું છે. આ કન્ટેનગર મુંદ્રાથી દુબઈ જવાનું હતું જો કે, તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યું હતું.

ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, ઈરાનથી વાયા દુબઈ થઈને મુન્‍દ્રા પોર્ટ ઉપર આવેલા મીઠાના કન્‍ટેનરમાં ડ્રગ્‍સ હોવાની બાતમીના આધારે તપાસ કરાઈ હતી. ખાનગી કન્‍ટેનર સ્‍ટેશનમાં રખાયેલા આ આયાતી માલમાં 1000 જેટલી મીઠાની બેગની તપાસ કરાયા બાદ તેમાંથી 52 કિલો જેટલો શંકાસ્‍પદ જથ્‍થો અલગ તારવી તેને રાજયની ફોરેન્‍સિક લેબમાં મોકલી તપાસ કરાઈ હતી. જેમાં આ પાઉડર કોકેઇન હોવાની અને તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 500 કરોડ હોવાનું સામે આવ્યું છે. ડીઆરઆઈએ આ માલ આયાત કરનાર પેઢીની તપાસ શરૂ કરી છે. દરમિયાન ડીઆરઆઈ દ્વારા અન્ય કન્ટેનરોની પણ તપાસ કરાઈ હતી. દુબઈ મકલાઈ રહેલા એક કન્ટેનરમાંથી પ્રતિબંધિત લાલચંદન મળી આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. કન્ટેનરમાંથી 7 કરોડની કિંમતનું 14 ટન લાલચંદનનો જથ્થો પકડાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદ્રા પોર્ટ પર કોકેઈન ઝડપાયાના ગણતરીના કલાકોમાં જ પોર્ટ ઉપર અન્ય કન્ટેનરમાંથી રક્તચંદન ઝડપાતા સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે.