Site icon Revoi.in

માયાવતીના રસ્તે ચાલ્યાં લાલુ પ્રસાદ યાદવ, પાર્ટી કાર્યાલય બહાર 6 ટનની લાલટેનની કરાશે સ્થાપના

Social Share

પટણાઃ ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં ઠેર-ઠેર બીએસપીના ચૂંટણી પ્રતિક હાથીની વિશાલ મૂર્તિઓ ઠેર-ઠેર મુકવામાં આવી હતી. હવે આ રસ્તા ઉપર બિહારમાં આરજેડી ચાલી રહી હોય તેમ લાગી રહી છે. આરજેટીના પાર્ટી કાર્યાલયની બહાર મોટી લાલટેનની સ્થાપના કરવામાં આવશે. રાજસ્થાનના 6 ટનના પથ્થરથી આ વિશાળ લાલટેન તૈયાર કરવામાં આવી છે.

બિહારમાં પેટાચૂંટણીમાં આરજેડીમાં ભલે બંને બેઠકો ઉપર હાર થઈ હોય પરંતુ કાર્યકરોમાં ઉત્સાહ ઓછો થયો નથી. હવે પાર્ટીના કાર્યાલયમાં આરજેડીનું ચૂંટણી ચિન્હ એટલે કે લાલટેનની સ્થાપના કરાઈ છે. પટના સ્થિત પાર્ટી કાર્યાલયમાં જે લાલટેનની સ્થાપના કરવામાં આવી છે તેનું વજન છ ટન છે. છ ટનની આ લાલટેન સંપૂર્ણ રીતે રાજસ્થાનના પથ્થરોથી બનાવવામાં આવી છે. તેને પાર્ટીના કાર્યાલયના મુખ્ય દ્વાર પર સ્થાપિત કરવામાં આવી છે.

આ લાલટેનની સ્થાપના તો કરી દેવાઈ છે પરંતુ ઉદ્ઘાટન અત્યારે કરવામાં આવ્યું નથી. આ લાલટેનનું ઉદ્ઘાટન માટે પાર્ટીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની રાહ જોવામાં આવી રહી છે. ઘાસચારા કૌભાંડમાં એક કેસમાં પટનાની વિશેષ સીબીઆઈ અદાલતે સમન્સ કરવામાં આવ્યું હોવાથી લાલુ પટના આવશે. જેથી એવુ મનાઈ રહ્યું છે કે, એકાદ-બે દિવસમાં લાલટેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પાર્ટી કાર્યાલયની બહાર મોટો પડદો લગાવવામાં આવ્યો છે જેથી ઉદ્ઘાટન પહેલા આ લાલટેન કોઈ જોઈ ના શકે.

આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, એનડીએ સરકારને બિહારના ભવિષ્યને અંધકારમાં ધકેલી દીધું છે. જેથી પ્રકાશ ફેલવવા માટે તેજસ્વી યાદવએ લાલટેનની સ્થાપના કરાવી છે. જેથી પ્રકાશ ફેલાવવા માટે તેજસ્વી યાદવે લાલટેનની સ્થાપના કરવાઈ છે.