Site icon Revoi.in

બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ -૨૦૨૬ માટે આવેદન કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

Last date for board exams extended

Last date for board exams extended

Social Share

ગાંધીનગર, 22 ડિસેમ્બર, 2025ઃ Last date for board exams extended ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2026માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે આવેદન કરવાની તારીખ લંબાવવામાં આવી છે.

બોર્ડ દ્વારા જારી અખબારી યાદી અનુસાર ધો. 10, ધો. 12 વિજ્ઞાન પ્રવાહ તથા ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ. ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ ધરાવતી રાજ્યની શાળાઓમાં એક ધો. 12 વિજ્ઞાન પ્રવાહને બાદ કરતાં બાકીની પરીક્ષાઓ માટે આવેદન કરવાની તારીખ બે દિવસ લંબાવવામાં આવી છે.

Last date for board exams extended

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ માટેના આવેદનપત્રો ભરવાની, આવેદનપત્રમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાની તથા પ્રિન્સિપાલ એપ્રુવલ કરવાની અંતિમ તારીખ રાબેતા મુજબ અર્થાત 22-12-2025 છે તે જ રહેશે.

જોકે, ધો. 12 તથા ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાદ તથા સંસ્કૃત મધ્યમાના આવેદનપત્રો ભરવાની છેલ્લી તારીખ બે (2) દિવસ લંબાવવામાં આવી છે. તે મુજબ હવે આ વિદ્યાર્થીઓ 24-12-2025 સુધી આવેદનપત્ર ભરી શકશે, ત્યારપછી આવેદનપત્રમાં કોઈપણ સુધારા બાકી હોય તો કે પ્રિન્સિપાલ એપ્રુવલ બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 26-12-2025ના રોજ રાત્રીના 12.00 વાગ્યા સુધી થઈ શકશે.

Exit mobile version