Site icon Revoi.in

સ્કૂલમાં જો તમારા બાળકને પરેશાન કરવામાં આવી રહી હોય તો તેને કેવી રીતે હેન્ડલ કરવું, જાણો

Social Share

પ્રોત્સાહિત કરો: તેમનો આત્મવિશ્વાસ વધારો. તેમની પ્રશંશા કરો અને તેમની શક્તિઓને યાદ કરાવો.

વાત કરો: પહેલા તો તમારા બાળક સાથે બેસીને ખુલીને વાતચીત કરો. પુછો કે સ્કૂલમાં તેમનો દિવસ કેવો રહ્યો અને કોઈ હેરાન તો નથી કરતુ ને.

સાથ આપો: બાળકને કહો કે તમે હંમેશા તેમની સાથે છો અને તે એકલા નથી. તેમને સમજાવો કે કોઈના દ્વારા હેરાન થવું તેમની ભૂલ નથી.

સ્કૂલ સાથે વાત કરો: બાળકની વાત સાંભળ્યા પછી, તેમના શિક્ષક કે સ્કૂલના આચાર્યને મળો અને આખી વાર્તા સમજાવો. તેમને સમાધાન શોધવા માટે મદદ માંગો.

સમાધાનની રણનીતિ બનાવો: બાળક સાથે એક પ્લાન બનાવો કે કોઈ તેમને ફરીથી હેરાન કરે તો તેઓ શું કરશે. તેમને સાચા-ખોટા વિશે સમજાવો.

મદદ લો: તમને લાગે કે મામલો વધુ ગંભીર છે, તો કાઉન્સેલર અથવા મનોવિજ્ઞાની સાથે વાત કરવામાં અચકાશો નહીં.