Site icon Revoi.in

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ શા માટે ઉજવવામાં આવે છે,જાણો તેનો ઇતિહાસ

Social Share

દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેનો હેતુ એ છે કે, વિશ્વમાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી લોકોની પહોંચ થાય અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હોવા જોઈએ. આ સાથે આ દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય અને તેની સંબંધિત સમસ્યાઓની ચર્ચા કરવાનો છે. સ્વાસ્થ્યના પ્રશ્નો અને સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ડબ્લ્યુએચઓના નેતૃત્વ હેઠળ દર વર્ષે વિશ્વભરમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ થઇ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ડબ્લ્યુએચઓ તરીકે ઓળખાય છે. તેનું મુખ્ય કાર્ય વિશ્વમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિરીક્ષણ કરવું અને તેના નિવારણમાં મદદ કરવાનું છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની શરૂઆત વર્ષ 1950 માં થઇ હતી. ડબ્લ્યુએચઓની પ્રથમ વિશ્વ સ્વાસ્થ્ય સભા યોજાઇ હતી,જેમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરના લોકોના સ્વાસ્થ્યનું સ્તર વધારવા અને તેને જાગૃત કરવા છે. દરેક વ્યક્તિ સ્વસ્થ હોવી જોઈએ અને સારી સારવાર મેળવી શકે છે. ઉપરાંત, લોકોએ જાગૃત રહેવું જોઈએ, જેથી વિશ્વભરમાં ફેલાયેલા ગંભીર રોગોને રોકી શકાય.

આ સમયે જ્યારે આખી દુનિયા કોરોના વાયરસના સંક્રમણના જોખમ સામે ઝઝૂમી રહી છે.એવામાં તમારા સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે, તેનું મહત્વ હજી વધ્યું છે. આ વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની થીમ છે ‘Building A Fairer, Healthier World’. ડબ્લ્યુએચઓનો સ્થાપના દિવસ દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ માટે એક થીમ સેટ કરવામાં આવી છે. આ થીમ તે વર્ષમાં સ્વાસ્થ્યને અસર કરતા કારણો અને વિષયો પર આધારિત છે. આના માધ્યમથી એક સંદેશ આપવામાં આવે છે કે, વિશ્વના દરેકને તેમના સ્વાસ્થ્ય વિશે માત્ર જાગૃત રહેવું જોઈએ નહીં,પરંતુ સ્વાસ્થ્ય સેવાઓ પણ બધા સુધી પહોંચવી જોઈએ.

 દેવાંશી