Site icon Revoi.in

મોબાઈલ નંબરને આ રીતે આધાર સાથે જોડો, કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે

Social Share

જોકે મોટા ભગના લોકોના મોબાઈલ આધારકાર્ડ સાથે લિંક છે, પમ હજી ગણા બધા લોકો એવા છે જેમના મોબાઈલ આધારકાર્ડ સાથે લિંક થયા નથી. આવા લોકોને પેલા તો કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી પણ આધારકાર્ડને લગતુ કોઈ કામ આવે છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમે પણ તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક કરાવાથી પરેશાન છો, તો કોઈ પણ ડોક્યુમેન્ટ વગર તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક કરી શકો છો. કે તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે અપડેટ કરી શકો છો.

આધારકાર્ડ સાથે ફોન નંબર કેવી રીતે લિંક કરવામાં આવશે?

UIDAI અનુસાર, આ કામ જાતે કરી શકતા નથી, મોબાઈલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. તમે કોઈ પણ આધાર કેન્દ્ર પર જીને તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરી શકો છો.

એપોઈન્ટમેન્ટ લેવી પડશે
મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે પહેલા અપોઈન્ટમેન્ટ લેવી પડશે. આ માટે તમારે appoinments.uidai.gov.in/bookappointment.aspx પર જઈ તમારા શહેર અને ઈલાકા પ્રમાણે સેન્ટર પસંદ કરવાનું રહેશે. હવે એપોઈન્ટમેન્ટ ખાલી હોય તે દિવસે એપોઈન્ટમેન્ટ લો અને પછી ત્યાં જઈને મોબાઈલ નંબર અપડેટ કરાવો.