Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાંથી મળેલા લિથિયમના ભંડારથી ભારત ઈ-વાહનનું સૌથી મોટુ ઉત્પાદક બની શકે છેઃ ગડકરી

Social Share

દેશમાં વાહનોની સતત વધતી માંગ અને નિકાસને કારણે વાહનોનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. હાલમાં, ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું ઓટોમોબાઈલ ઉત્પાદક છે. તાજેતરમાં દેશને કુદરત તરફથી ભેટ મળી છે. આ અંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં મળેલા લિથિયમ ભંડારનો ઉપયોગ કરીને ભારત ઇલેક્ટ્રિક વાહનોનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક બની શકે છે.

તેમણે કહ્યું હતું કે, જો ભારત જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં શોધાયેલ લિથિયમ ભંડારનો સંપૂર્ણ ઉપયોગ કરશે તો તે વિશ્વની નંબર વન ઓટોમોબાઈલ ઉત્પાદક બની જશે. તેમણે એમ પણ કહ્યું કે, ઈલેક્ટ્રિક બસો દેશમાં જાહેર પરિવહનનું ભવિષ્ય છે. અત્યાર સુધી દેશ દર વર્ષે 1,200 ટન લિથિયમની આયાત કરતો હતો. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા રિયાસી જિલ્લામાં અંદાજિત 5.9 મિલિયન ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો હતો. જો દેશમાં મળેલા લિથિયમ અનામતનો ઉપયોગ કરવામાં આવે તો ભારત વિશ્વનું સૌથી મોટું વાહન બજાર બની જશે.

ગડકરીના મતે હાલમાં ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ રૂ. 7.5 લાખ કરોડનો છે. સરકારને આ સેક્ટરમાંથી જ મહત્તમ GST મળે છે. તાજેતરમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા અંદાજિત 5.9 મિલિયન ટન લિથિયમ ભંડારની શોધ કરવામાં આવી હતી. આ પછી, EV ઉત્પાદન નોંધપાત્ર રીતે વધવા જઈ રહ્યું છે. જેના કારણે સરકારને પણ ફાયદો થવાનો છે. ભારતમાં ઈ-વાહનને કેન્દ્ર સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.