Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મતગણતરી એક જ દિવસ રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે. તેમજ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયા બાદ તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેથી મતગણતરી એક જ દિવસે રાખવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. જેની ઉપર આજે જ સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત ગણતરી બે તબક્કામાં રાખવામાં આવી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં અગાઉ અરજી થઈ હતી. તેમજ રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી બાદ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં મતદાન યોજાશે. જેથી કોર્પોરેશનની ચૂંટણીના પરિણાની અસર પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પડવાની શકયતા છે. ગુજરાત હાઈકોર્ટે તમામ પક્ષોની રજૂઆતને અંતે એક જ દિવસે મતગણતરીની માંગણી કરતી અરજી ના મંજુર રાખી હતી. હાઈકોર્ટના આ નિર્દેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમજ અરજી ઉપર તાત્કાલિક સુનાવણીની રજૂઆત કરાઈ હતી. જેથી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે.