Site icon Revoi.in

CDS જનરલ બિપિન રાવતના સન્માનમાં સ્મારક બનાવવાની માંગ,કુન્નૂરના સ્થાનિક લોકોએ PM મોદીને લખ્યો પત્ર

Social Share

ચેન્નાઈ:તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નૂર વેલિંગ્ટન છાવણીના લોકોએ સોમવારે વડાપ્રધાન અને તમિલનાડુના મુખ્યમંત્રીને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને હુમલામાં જીવ ગુમાવનારા અન્ય સૈનિકોનું સ્મારક બનાવવાની અપીલ કરી હતી.જનતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સમાન પત્રોમાં વિનંતી કરવામાં આવી હતી.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે,આ ઘટનાને કારણે લોકોમાં શોકની લહેર છે અને જ્યાં આ દુર્ઘટના બની તે સ્થળ કુન્નુર પાસે નંજપ્પાસથિરમ છે. શહીદ સૈનિકો પ્રત્યે તેમનું સન્માન દર્શાવવાના પ્રયાસરૂપે, તમિલનાડુના મહેસૂલ વિભાગની જગ્યા પર એક સ્મારક બનાવવું જોઈએ, જેથી જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.

લોકોએ કહ્યું, અમે તમને વિનંતી કરીએ છીએ કે- નંજપ્પાસાથિરમ નજીક મેટ્ટુપલયમની – ઉટી (ઉધગમંડલમ) લાઇન પરના કેટરી પાર્ક અને રાનીમેડુ રેલ્વે સ્ટેશનનું નામ જનરલ રાવતના નામ પર રાખવામાં આવે,જે એક એતિહાસિક પ્રતિક અને તેના બલિદાનની યાદ છે.

8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની બેંગલુરુમાં સારવાર ચાલી રહી છે.