Site icon Revoi.in

ભારતના પૂર્વમાં આવેલું આ રાજ્ય, તેની સુંદરતા છે અદભૂત

Social Share

ભારતના પૂર્વમાં આવેલા કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ફરવા માટે અનેક સરસ સ્થળો છે. આ સ્થળો પર વધારે પ્રમાણમાં પ્રવાસીઓ નથી આવતા પરંતુ આ સ્થળોની સુંદરતા એટલી અદભૂત છે કે આ સ્થળ પર ફરનાર વ્યક્તિને તે સ્થળ પર ફરીવાર ફરવાનું પસંદ કરે છે. જો વાત કરવામાં આવે નાગાલેન્ડની તો કોહિમાં શહેર કે જે નાગાલેન્ડની રાજધાની છે, આ સ્થળનું નામ અંગ્રેજોએ આપ્યું હતું. આ સ્થળ સુંદર ખીણોની વચ્ચે વસેલું કોહિમા તેના લોકગીતો માટે ખૂબ જ પ્રખ્યાત છે. જો તમને એડવેન્ચર સ્પોર્ટ્સ કરવાનું પસંદ હોય તો તમે અહીં ટ્રેકિંગ કરી શકો છો.

નાગાલેન્ડની પ્રાકૃતિક સુંદરતા ઘણા લોકોને આકર્ષે છે. અહીંના લોકોનો પહેરવેશ ખૂબ જ અલગ છે અને રાજ્યમાં અનેક પ્રકારના ખોરાક ખાવામાં આવે છે. આ રાજ્યની ટ્રીપ દરમિયાન તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. સોમ નામનું સ્થળ પણ પ્રાકૃતિક સૌંદર્ય મન મોહી લે તેવું છે. નાગાલેન્ડના આ જિલ્લામાં તમે ગામડાઓમાં જઈને અહીંની સભ્યતા જાણી શકો છો. આ સાથે તમે અહીં લોકોને મળીને દેશી ફૂડની મજા પણ માણી શકો છો.

જુકુ વેલી શહેર પણ નાગાલેન્ડની રાજધાની કોહિમાથી લગભગ 25 કિમી દૂર છે અને અહીંના સુંદર નજારા હૃદયને સ્પર્શી જાય તેવા છે. ખાસ વાત એ છે કે એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રેમીઓ અહીં આવીને ટ્રેકિંગ કરી શકે છે.