Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ અમદવાદ જિલ્લામાં 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચની કામગીરીમાં અમદાવાદ જિલ્લામાં કુલ 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. તેમાં સૌથી વધુ દિવ્યાંગ મતદારો વિરમગામમાં નોંધાયા છે. તેમજ દિવ્યાંગજનો સુચારૂ રીતે મતદાન કરી શકે તે અંગે જિલ્લાના ડેપ્યુટી કલેકટર રિદ્ધિ શુક્લાએ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાન બૂથમાં દિવ્યાંગો માટે રેમ્પ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ વધુ વિગતો માટે દિવ્યાંગજનો ECI દ્વારા લોન્ચ કરાયેલા સક્ષમ એપનો પણ ઉપયોગ કરી શકશે.