Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં તા. 7મી મેના રોજ મતદાન યોજાશે

Social Share

અમદાવાદઃ ચૂંટણીપંચ દ્વારા આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો ઉપર જ એક જ તબક્કામાં મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જ્યારે 4 જૂનના રોજ મતદાન યોજાશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તા. 12મી એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જ્યારે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તા. 19મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તા. 20મી એપ્રિલના રોજ ફોર્મ ચકાણસી કરવામાં આવશે. તેમજ તા. 22મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. તા. 7મી મે ના રોજ સમગ્ર રાજ્યમાં મતદાન યોજાશે. આ ઉપરાંત તા. 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પણ મતદાન યોજાશે. લોકસભાની સાથે જ મતદાન યોજાશે. વિજાપુર, ખંભાત, વાગોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક ઉપર મતદાન યોજાશે. જ્યારે વિધાનસભાની ખાલી પડેલી વિસાવદરની બેઠકની ચૂંટણી અંગે આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે. પેટા ચૂંટણીમાં 19મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 22મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે 7મી મેના રોજ મતદાન યોજાશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપાનો ગઢ મનાય છે. રાજ્યમાં ભાજપના પરાસ્ત કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે.