Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ UPમાં સમાજવાદી પાર્ટી 80 પૈકી 65 બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખશે, I.N.D.I.A.માં તડા પડવાની ભિતી

Social Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની 65 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે. 65 બેઠકો માટે લગભગ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. એસપી તેના ગઠબંધનની પાર્ટીઓ માટે 15 બેઠકો છોડશે. સપાની કારોબારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. અમેઠી, રાયબરેલી, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, કાનપુર, આગ્રા, બાગપત, મથુરા, બુલંદશહર, વારાણસી, પ્રયાગરાજ, બાંસગાંવ, દેવરિયા, ઝાસી, મહારાજગંજ, આ બેઠકો ગઠબંધનના અન્ય પક્ષો માટે છોડી દેવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના આ નિર્ણયથી આગામી દિવસોમાં I.N.D.I.A.માં વિવાદ વધારે તેજ બનવાની શક્યતા છે.

એસપીના રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણી અને અન્ય મુદ્દાઓની રણનીતિ પર ચર્ચા કરવા માટે અહીં પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં સપા રાજ્ય કાર્યકારિણીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું, ‘સપા પ્રમુખ અખિલેશ યાદવે કાર્યકર્તાઓને કહ્યું કે રાજ્યની તમામ 80 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરો.

સમાજવાદી પાર્ટીએ આમાંથી 65 બેઠકો જીતવી જોઈએ. અખિલેશે આવું કહીને ઉત્તર પ્રદેશની 65 બેઠકો પર ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે કે કેમ તે પ્રશ્ન પર ચૌધરીએ કહ્યું, ‘હા, તેમણે પણ આ જ સંકેત આપ્યો છે.’

અખિલેશે રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ નક્કી કરશે અને દેશમાં લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે આ છેલ્લી ચૂંટણી હશે. પક્ષના કાર્યકરોને ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે, “વર્તમાન ભાજપ સરકાર શાસન અને વહીવટનો દુરુપયોગ કરીને ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે, તેથી પક્ષના કાર્યકરોએ તેના પર નજર રાખવાનું શરૂ કરવું જોઈએ.”