Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં પુસ્તક પ્રેમ આવ્યો સામેઃ બુક હાઉસ બહાર ખરીદી માટે લોકોની લાંબી લાઈનો

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. તે બાદ અનલોકમાં સરકારે વિવિધ દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. દરમિયાન લિકર શોપ ખોલવાની મંજૂરી આપતા લોકોએ વિવિધ રાજ્યોમાં દારૂની ખરીદી માટે લાંબી લાઈનો લગાવી હતી. જો કે, પશ્ચિમ બંગાળમાં ફરીથી એકવાર ખરીદી માટે લાંબી લાઈનો લાગી છે. આ લાઈન દારૂની ખરીદી કરવા માટે નહીં પુસ્તકોની ખરીદી કરવા માટે લોકોએ લગાવ છે. એક પ્રકાશન દ્વારા સ્વતંત્ર્ય પર્વને પગલે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. જેથી પુસ્તક પ્રેમીઓ ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.

હાલ સોશિયલ મીડિયા પર કોલકાતાની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં લોકોએ ખરીદી કરવા માટે લાઈનો લગાવી છે. લોકો કોલકત્તાના એક પ્રકાશકની દુકાન સામે લાંબી લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. આ ફોટો ટ્વિટર પર એક યુઝરે શેર કર્યો છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું, ‘આ તસવીર કોલકાતાની છે. જ્યાં એક પ્રકાશકની દુકાન સામે લોકો કતારમાં ઉભા જોવા મળ્યા હતા. તેમણે આગળ લખ્યું, ‘દરેક શહેર દારૂ માટે લાઈન લગાવે છે. માત્ર કોલકાતામાં પુસ્તકો માટે લાઇન છે.

તેણે વધુમાં લખ્યું છે કે, આ તસવીર કોલકાતામાં એક પબ્લિશિંગ શોપની છે, જેની સામે ઘણા લોકો પુસ્તકો ખરીદવા માટે લાઈનમાં ઉભા છે. હકીકતમાં પ્રકાશકે 11થી15 ઑગષ્ટ સુધી પોતાના ઇન-સ્ટોર કેટલોગ પર 50 ટકાની છૂટ આપેલી છે. જેને તેમણે સ્વતંત્રતા દિવસ બુક બજાર નામ આપ્યુ છે. જેના કારણે લોકની ભીડ પુસ્તકો ખરીદવા માટે ઉમટી છે.