Site icon Revoi.in

લખનઉ : સીએમ યોગી આદિત્યનાથે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

Social Share

લખનઉ : યુપીના સીએમ યોગી આદિત્યનાથે આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. રાજ્ય સરકારના ઘણા નેતાઓ પહેલેથી જ વેક્સીન લગાવી   ચૂક્યા છે. સીએમએ લખનઉની સિવિલ હોસ્પિટલમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે.

ઉત્તરપ્રદેશમાં રસીકરણનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે રાજ્યના ઘણા નેતાઓ અને અધિકારીઓ વેક્સીન લગાવી ચૂક્યા છે. આજે સીએમ યોગીએ પણ લખનઉની હોસ્પિટલમાં વેક્સીન લીધી છે. વેક્સીનેશન માટે સીએમ યોગી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.  પીએમ મોદી સહિત ભાજપના ઘણા મોટા નેતાઓએ પહેલેથી જ વેક્સીન લઇ ચૂક્યા છે. વેક્સીન લેનારાઓમાં ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી, યુપીના કાયદા મંત્રી બ્રજેશ પાઠક, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવ, બસપા પ્રમુખ માયાવતીનો સમાવેશ થાય છે.

વેક્સીન લગાવ્યા બાદ સીએમ યોગીએ પીએમ મોદી અને આરોગ્ય મંત્રાલયનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, વેક્સીન પૂરી પાડવા બદલ વડાપ્રધાન અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો આભાર માનું છું. આ સાથે મુખ્યમંત્રીએ દેશના વૈજ્ઞાનિકોનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું કે વેક્સીન સંપૂર્ણ સલામત છે. સાથે જ લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે તમારો વારો આવે ત્યારે વેક્સીન લેવી જોઈએ.

દેવાંશી