Site icon Revoi.in

પ્રયાગરાજના સંગમ ખાતે માઘ મેળાનો પ્રારંભ, શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

Social Share

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: પ્રયાગરાજના સંગમ ખાતે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે 43 દિવસ ચાલનાર માઘ મેળાનોગઇકાલે પ્રારંભથયો છે ગઇકાલે 4 વાગ્યા સુધીમાં 21 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.  મેળાવિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટેવહીવટીતંત્રે વ્યાપક વ્યવસ્થા કરી છે.તબીબી કટોકટી માટે 20 બેડ ધરાવતી બેહોસ્પિટલો સ્થાપિત કરવામાં આવી છે. મેળાનો વિસ્તાર 17 પોલીસ સ્ટેશન, 42 પોલીસ ચોકીઓ અને એક સમર્પિત પોલીસ કંટ્રોલ રૂમ સાથે સુરક્ષિત છે. લગભગ 400 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

રાજ્ય માર્ગ પરિવહન નિગમની ત્રણ હજાર આઠસોબસો તૈનાત કરવામાં આવી છે. માઘ મેળા દરમિયાન છ મુખ્ય સ્નાન પ્રસંગો હશે, જેનુંસમાપન મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે થશે. ઉત્તર પ્રદેશના સંસ્કૃતિ અને પર્યટનમંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે માઘ મેળો માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુભારતીય નૈતિકતાની જીવંત અભિવ્યક્તિ છે.

વધુ વાંચો: ચૂંટણી પંચે ECI-Net એપમાં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા

Exit mobile version