Site icon Revoi.in

મહારાષ્ટ્રનું રાજકારણ,રાજીનામું પાછું ખેંચવા શરદ પવાર પર દબાણ

Social Share

મુંબઈ :  થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાઓ ધડાધડ રાજીનામાં પડ્યા બાદ હવે ફરીવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે, આ વખતે હવે નજારો એવો છે કે એનસીપીના નેતા શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને હવે જાહેરાત કર્યાના એક દિવસ બાદ જિતેન્દ્ર આવ્હાડે પણ બુધવારે મહાસચિવપદેથી રાજીનામું આપ્યું. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણાં રાજીનામાં આવી શકે છે.

આ પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જ નેતાઓ-કાર્યકરોએ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને રાજીનામું પાછું ખેંચવાની માગ કરી હતી. પવારે આજે સવારે કહ્યું હતું કે રાજીનામું પાછું ખેંચવા માટે તેમના પર ભારે દબાણ છે.

મુંબઈના યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં 15 સભ્યની સમિતિની બેઠક ચાલી રહી છે, જેમને નવા પ્રમુખની પસંદગી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિપદની રેસમાં અજિત પવાર, સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલનાં નામ આગળ ચાલી રહ્યાં છે.પાર્ટી પ્રવક્તા ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે હું પવાર સાહેબને મળીને આવ્યો છું. તેમણે કહ્યું- આ નિર્ણય કાળજીપૂર્વક વિચાર્યા બાદ લેવામાં આવ્યો છે. નેતૃત્વ અને પ્રમુખ બે અલગ વસ્તુઓ છે. પાર્ટીના અધ્યક્ષ ગમે તે હોય, નેતૃત્વ હંમેશાં મારું જ રહેશે.

શરદ પવાર પણ આજે સવારે 10:30 વાગે પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ બપોરે 1 વાગ્યા સુધી અહીં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા. આ દરમિયાન અજિત, સુપ્રિયા અને પ્રફુલ્લ પટેલ પણ પાર્ટી કાર્યાલય પહોંચ્યાં હતાં.