Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ શિવસેનાએ મુખપત્ર સામનામાં બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો હતો. તેમજ લખ્યું હતું કે, રાજનીતિમાં બધું જ અસ્થિર હોય છે અને બહુમત તેનાથી પણ વધારે ચંચળ હોય છે. શિવસેનાની ટિકિટ અને પૈસા ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો બીજેપીની માયાજાળમાં ફસાઈ ગયા છે.

મુખપત્રમાં બળવાખોરોને સવાલ કરવામાં આવ્યો છે કે શું તે ધારાસભ્યો હવે શિવસેના સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે? એકનાથ શિંદે અને તેમના સાથે જોડાયેલા ધારાસભ્યોએ પહેલા મુંબઈ આવવું પડશે. વિશ્વાસમત વખતે મહારાષ્ટ્રની જનતાની આંખોમાં જોઈને વિધાનસભાની સીડી ચઢવી પડે છે. ‘આ બધા ધારાસભ્યો જો એક વખત ફરીથી ચૂંટણીમાં ઉભા રહે તો જનતા તેમને માફ નહીં કરે. વિધાન સભામાં જે થવાનું હશે તે થશે પરંતુ મુખ્યમંત્રી તરીકે ઉદ્વવ ઠાકરેની લોકપ્રિયતા ચરમસીમાએ છે. શિવસેનાનું સંગઠન મજબૂત છે.

મહારાષ્ટ્રમાં સમગ્ર રાજકીય ઘટના ક્રમ મામલે ભાજપને જવાબદાર ઠરાવીને લખ્યું હતું કે, સમગ્ર ઘટનામાં પોતાનો હાથ નહીં હોવાનો ભાજપ દાવો કરે છે પરંતુ સુરત અને ગોવાહાટીની હોટલમાં બળવાખોર ધારાસભ્યોને ભાજપના જ આગેવાનો મળ્યા હતા.