Site icon Revoi.in

મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ: PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી અંજલી

Social Share

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશવાસીઓને બાપુના ચીંધેલા માર્ગ પર ચાલવા આહ્વાન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે બાપુના આદર્શો જ આપણને એક ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે પ્રેરિત કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, “રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર મારા શત-શત નમન. પૂજ્ય બાપુએ હંમેશા સ્વદેશી પર ભાર મૂક્યો હતો, જે આજે આપણા ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત’ના સંકલ્પનો પણ મુખ્ય આધારસ્તંભ છે. તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ દેશવાસીઓને કર્તવ્ય પથ પર ચાલવા માટે સદૈવ પ્રેરિત કરતું રહેશે.”

અહિંસાના મહત્વને સમજાવતા તેમણે એક શ્લોક ટાંક્યો હતો:

અહિંસા પરમો ધર્મસ્તથાડહિંસા પરન્તપઃ I અહિંસા પરમં સત્યં યતો ધર્મઃ પ્રવર્તતે II’

તેનો અર્થ સમજાવતા પીએમએ લખ્યું કે, અહિંસા સૌથી મોટો ધર્મ છે, અહિંસા જ સૌથી મોટું તપ છે અને અહિંસા જ પરમ સત્ય છે, જેનાથી ધર્મની સ્થાપના થાય છે. પૂજ્ય બાપુએ માનવતાની રક્ષા માટે હંમેશા અહિંસા પર ભાર મૂક્યો, જેમાં હથિયાર વિના દુનિયા બદલવાની શક્તિ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાપુને યાદ કરતા લખ્યું કે, “મહાત્મા ગાંધીએ ભાષા, ક્ષેત્ર અને જાતિમાં વહેંચાયેલા દેશને એક કરી આઝાદીના આંદોલનને વ્યાપક બનાવ્યું હતું. સ્વદેશી, સ્વાધીનતા અને સ્વચ્છતાને એક સૂત્રમાં બાંધીને ગૌરવશાળી ભારતની કલ્પના કરનાર મહાત્મા ગાંધીના વિચારો આપણને હંમેશા પ્રેરિત કરતા રહેશે.”

સીએમ યોગીએ એક્સ પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, “શ્રદ્ધેય ‘બાપુ’નું સત્યનિષ્ઠ આચરણ અને અહિંસાની અડગ સાધના સમગ્ર વિશ્વને આલોકિત કરતી રહેશે. ચાલો, બાપુના આદર્શોને આત્મસાત કરી સમૃદ્ધ, ન્યાયપૂર્ણ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ.”

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલએ જણાવ્યું હતું કે, “સત્ય, અહિંસા અને સદભાવના તેમના આદર્શો આજે પણ ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને માનવતાનો માર્ગ બતાવે છે.” કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, “પૂજ્ય બાપુએ સ્વચ્છતાને સ્વરાજની આધારશીલા માની હતી. આવો, સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે તેમના સપનાના ભારતનું નિર્માણ કરીએ.” મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવએ જણાવ્યું હતું કે, “બાપુનું જીવન લોકકલ્યાણના પાવન ધ્યેયની પ્રાપ્તિનો અનુકરણીય અધ્યાય છે.”

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, “બાપુનું જીવન ત્યાગ, તપસ્યા અને રાષ્ટ્રસેવાનો અમર સંદેશ છે.” દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સત્ય અને અહિંસાના સિદ્ધાંત પર બાપુએ સ્વતંત્રતા આંદોલનને જનઆંદોલન બનાવ્યું. તેમના વિચારો આજે પણ વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત છે.” બિહારના સીએમ નીતિશ કુમારે જણાવ્યું હતું કે, “બાપુના આદર્શો અને વિચારો નવી પેઢીને હંમેશા પ્રેરિત કરતા રહેશે.”

રાજસ્થાના સીએમ ભજન લાલ શર્માએ જણાવ્યું હતું કે, “તેમનું જીવન મૂલ્ય ભવિષ્યની પેઢીઓ માટે માનવતા, કરુણા અને ન્યાયના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શક બની રહેશે.” હરિયાણાના મુખ્યમંત્રી “ગાંધીજીની શિક્ષાઓમાં રામરાજ્યની કલ્પના તથા વિશ્વ શાંતિ અને કલ્યાણની ભાવના નિહિત છે.”

આ પણ વાંચોઃ ઠંડીથી બચવા માટે આ 4 દેશી સૂપ પીવો

Exit mobile version