Site icon Revoi.in

કરચલીઓથી છુટકારો મેળવવા ઘરે જ બનાવો કોલેજન બામ, ત્વચા કુદરતી રીતે ચમકી ઉઠશે

Social Share

આજના વ્યસ્ત જીવનમાં ડલ સ્કીન, ડ્રાયનેસ અને કરચલીઓ જેવી સમસ્યાઓ યુવાનોમાં પણ જોવા મળી રહી છે. ઉંમર વધવાની સાથે કરચલીઓ પડવી સ્વાભાવિક છે, પરંતુ જો તે સમય પહેલા દેખાવા લાગે તો તે ચિંતાનો વિષય છે. મોંઘીદાટ બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરવાને બદલે તમે ઘરે જ કુદરતી સામગ્રીથી ‘કોલેજન બામ’ બનાવી શકો છો. આ બામ તમારી ત્વચાને અંદરથી પોષણ આપી તેને યુવાન રાખવામાં મદદ કરે છે.

ચોખાનું પાણી : 2 મોટી ચમચી

એલોવેરા જેલ : 1 મોટી ચમચી

વિટામિન E કેપ્સ્યુલ: 1 થી 2 નંગ

બામ બનાવવા માટે સૌથી મહત્વનું ઘટક ચોખાનું પાણી છે. તેને બનાવવા માટે 2 મોટી ચમચી કાચા ચોખાને અડધો કપ પાણીમાં 30 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી પાણીને ગાળી લો. આ પાણી એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે ત્વચાને ટાઈટ રાખવામાં મદદ કરે છે.

એક નાની વાટકીમાં 2 ચમચી તૈયાર કરેલું ચોખાનું પાણી અને 1 ચમચી એલોવેરા જેલ લો. તેમાં વિટામિન E ઓઈલ અથવા કેપ્સ્યુલ તોડીને ઉમેરો. આ મિશ્રણને ત્યાં સુધી બરાબર હલાવો જ્યાં સુધી તે એક સ્મૂધ ક્રીમ જેવું ન બની જાય. તૈયાર થયેલા બામને એક નાની કાચની ડબ્બીમાં ભરીને સ્ટોર કરી શકાય છે.

આ બામનો મહત્તમ લાભ મેળવવા માટે તેને રાત્રે સૂતા પહેલા લગાવવો જોઈએ. સૌ પ્રથમ ચહેરો અને ગરદનને બરાબર સાફ કરી લો. ત્યારબાદ 2 થી 3 ટીપાં બામ હથેળીમાં લઈ હળવા હાથે ચહેરા પર મસાજ કરો. આખી રાત તેને ત્વચા પર રહેવા દો. સવારે ઉઠશો ત્યારે તમારી ત્વચા વધુ મુલાયમ અને ગ્લોઈંગ જણાશે.

ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, આ ઘરેલું નુસખો ત્વચાના કોલેજન લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે, જેનાથી કરચલીઓ ઓછી થાય છે અને સ્કીન હેલ્ધી રહે છે.

(PHOTO-FILE)

આ પણ વાંચોઃ વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો અપાવવાની લાલચ આપી 40 લાખની ઠગાઈ

Exit mobile version