Site icon Revoi.in

નાસ્તા માટે બનાવો ટેસ્ટી અને હેલ્ધી મખાના ભેળ, જાણો રેસીપી

Social Share

સાંજનો સમય હોય કે અચાનક ભૂખ લાગે, આપણને હંમેશા એ મૂંઝવણ રહેતી હોય છે કે એવું શું બનાવવું જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ પણ હોય. સામાન્ય રીતે આપણે બજારની ભેળ કે નાસ્તો ખાતા હોઈએ છીએ, પરંતુ જો તમે હેલ્થ અને ટેસ્ટ બંને ઈચ્છતા હોવ તો ‘મખાના ભેળ’ એક ઉત્તમ વિકલ્પ છે. ચાલો જાણીએ આ મખાના ભેળ બનાવવાની રીત.

મખાના

સમારેલી ડુંગળી

સમારેલા ટામેટા

સમારેલી કાકડી

ઝીણી સમારેલી લીલી મરચી

આંબલીની ચટણી

લીલી ચટણી (કોથમીર-મરચાની)

દાડમના દાણા

લીંબુનો રસ

નમકીન સેવ

લીલી કોથમીર

મસાલા (લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, સંચળ/કાળું મીઠું)

ઘી

સૌથી પહેલા એક પેન લો અને તેને ધીમા તાપે ગરમ કરો. તેમાં થોડું ઘી ઉમેરો. હવે તેમાં લાલ મરચું, હળદર, ચાટ મસાલો અને સંચળ ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ મખાના ઉમેરો અને જ્યાં સુધી તે એકદમ કુરકુરા (ક્રિસ્પી) ન થઈ જાય ત્યાં સુધી તેને શેકો. બધા મસાલા મખાના પર બરાબર કોટ થઈ જવા જોઈએ. મખાના ક્રિસ્પી થઈ જાય એટલે તેને એક મોટા બાઉલમાં કાઢી લો. હવે તેમાં સમારેલી ડુંગળી, કાકડી, ટામેટા અને લીલા મરચા ઉમેરો. હવે તૈયાર મિશ્રણમાં સ્વાદ મુજબ લીલી ચટણી અને આંબલીની ખાટી-મીઠી ચટણી ઉમેરો. ઉપરથી નમકીન સેવ, દાડમના દાણા અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. અંતમાં તેના પર લીંબુનો રસ નીચોવીને બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. તમારી ટેસ્ટી અને હેલ્ધી મખાના ભેળ તૈયાર છે! તેને કોથમીર અને લીંબુની સ્લાઈસથી સજાવીને સર્વ કરો.

Exit mobile version