Site icon Revoi.in

ઉનાળાની ગરમીમાં ઘરે બનાવો બજાર જેવો ટેસ્ટી વોટરમેલન આઈસ્ક્રીમ, જાણો રેસીપી

Social Share

ઉનાળાની ઋતુમાં જ્યારે આકરો તડકો અને બફારો પરેશાન કરવા લાગે, ત્યારે ઠંડો-ઠંડો અને ક્રીમી આઈસ્ક્રીમ મળી જાય તો મજા પડી જાય છે. બજારના આઈસ્ક્રીમ તો આપણે અવારનવાર ખાતા જ હોઈએ છીએ, પરંતુ ઘરે શુદ્ધ સામગ્રીથી બનાવેલા આઈસ્ક્રીમનો સ્વાદ અને આનંદ કંઈક અલગ જ હોય છે. જો તમે પણ આઈસ્ક્રીમના શોખીન હોવ તો ‘વોટરમેલન (તરબૂચ) આઈસ્ક્રીમ’ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ આઈસ્ક્રીમ ખાવામાં જેટલો સ્વાદિષ્ટ છે, જોવામાં પણ તેટલો જ સુંદર લાગે છે.

તાજું તરબૂચ

ફ્રેશ ક્રીમ

ગુલાબનું શરબત (રોઝ સીરપ)

ગ્રીન ફૂડ કલર

ખાંડ

સૌથી પહેલા તરબૂચની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી લો. આ ટુકડાઓને મિક્સર જારમાં પીસી લો અને ત્યારબાદ ગરણીથી ગાળી લો. હવે આ રસમાં મીઠાશ અને સુંદર લાલ રંગ માટે થોડું ગુલાબનું શરબત ઉમેરો. આ તૈયાર મિશ્રણને આઈસ્ક્રીમ મોલ્ડમાં ભરો. ખાસ ધ્યાન રાખવું કે મોલ્ડને આખું ભરવું નહીં (થોડી જગ્યા ખાલી રાખવી). હવે તેને ફ્રીઝરમાં જામવા માટે મૂકી દો. એક બાઉલમાં થોડું ફ્રેશ ક્રીમ લો અને તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. જ્યારે લાલ લેયર જામી જાય, ત્યારે તેના પર આ સફેદ મિશ્રણનું પાતળું પડ કરો. મોલ્ડમાં હજુ પણ ઉપર થોડી જગ્યા બાકી રાખવી. તેને ફરીથી સેટ થવા માટે ફ્રીઝરમાં મૂકો. હવે બાકી બચેલા સફેદ મિશ્રણમાં 1 થી 2 ટીપાં ગ્રીન ફૂડ કલર ઉમેરો જેથી તે તરબૂચની છાલ જેવો લીલો રંગ પકડી લે. આ લીલા મિશ્રણને મોલ્ડના સૌથી ઉપરના ભાગમાં ભરો અને આઈસ્ક્રીમને સંપૂર્ણ રીતે જામવા દો. બસ, તૈયાર છે તમારો અદ્ભુત દેખાતો અને મોંમાં ઓગળી જાય તેવો વોટરમેલન આઈસ્ક્રીમ બાળકોથી લઈને વડીલો સુધી દરેકને આ આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ આવશે.

આ પણ વાંચોઃ જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદ સાથે વીજળી પડતા માલધારીનું મોત

Exit mobile version