Site icon Revoi.in

રાત્રે રસોડામાં માત્ર 20 મિનિટમાં બનાવો આ 5 ટેસ્ટી અને હેલ્ધી ડિનર

Social Share

આખો દિવસ ઓફિસ કે ઘરના કામકાજની દોડધામ બાદ રાત્રે ભારે ખોરાક લેવાનું કે પછી કલાકો સુધી રસોડામાં ઊભા રહીને રસોઈ બનાવવાનું મન બિલકુલ થતું નથી. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ સવાલ ઘૂમરાતો હોય છે કે, ‘આજે રાત્રે જમવામાં શું બનાવવું?’ આ મૂંઝવણમાં આપણે અવારનવાર એવો વિકલ્પ શોધીએ છીએ જે ઝડપથી બની જાય, સ્વાદિષ્ટ હોય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય. જો તમે પણ રોજ આ જ કશ્મકશમાંથી પસાર થાઓ છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે 5 એવી ઈન્સ્ટન્ટ ડિનર રેસિપીઝ લઈને આવ્યા છીએ, જે માત્ર 20 મિનિટમાં તૈયાર થઈ જશે.

જો તમારી પાસે બપોરનો બાંધેલો લોટ અથવા વધેલી રોટલી હોય, તો આ ડિનર માત્ર 10 મિનિટમાં બની જશે.

બનાવવાની રીત: એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં લાંબી કાપેલી ડુંગળી, કેપ્સિકમ અને પનીરના ટુકડા નાખો. ઉપરથી મીઠું, ચાટ મસાલો, લાલ મરચું અને થોડો ટોમેટો કેચઅપ ઉમેરી હાઈ ફ્લેમ પર 2-3 મિનિટ સાંતળો. હવે રોટલી કે પરાઠા પર લીલી ચટણી લગાવી, આ મિશ્રણ વચ્ચે મૂકો અને ઉપરથી કાચી ડુંગળી ભભરાવી રોલ કરી દો. ટેસ્ટી કાઠી રોલ તૈયાર છે.

ઓટ્સ માત્ર બ્રેકફાસ્ટ માટે જ નહીં, પણ ડિનર માટે પણ એક ઉત્તમ અને હલકો ખોરાક છે. ખાસ કરીને ચોમાસા કે શિયાળાની રાત્રે આ બેસ્ટ ઓપ્શન છે.

બનાવવાની રીત: કઢાઈમાં એક ચમચી ઘી ગરમ કરી જીરું, બારીક સમારેલી ડુંગળી, ગાજર અને વટાણા સાંતળો. તેમાં અડધો કપ ઓટ્સ ઉમેરી એક મિનિટ શેકો. ત્યારબાદ બે કપ પાણી, મીઠું અને મરી પાવડર નાખી 5 મિનિટ ઉકળવા દો. ગરમાગરમ હેલ્ધી સૂપ તૈયાર છે.

દાળ-ભાતથી વધુ તૃપ્તિ આપે તેવું ભોજન બીજું કોઈ હોઈ શકે નહીં. રાત્રે હળવું ખાવા માટે પીળી મગની દાળ શ્રેષ્ઠ છે કારણ કે તે ઝડપથી પાકી જાય છે અને પચવામાં સરળ છે.

બનાવવાની રીત: કુકરમાં મગની દાળ, પાણી, હળદર અને મીઠું નાખી બે સીટી વગાડી લો. બીજી તરફ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં પુષ્કળ પ્રમાણમાં બારીક સમારેલું લસણ, સૂકા લાલ મરચાં અને હિંગનો કડકડો વઘાર (તડકો) તૈયાર કરી દાળમાં ઉમેરો. તેને ગરમાગરમ જીરા રાઈસ સાથે સર્વ કરો. આનાથી ઊંઘ પણ ખૂબ સારી આવશે.

જો ઘરમાં શાકભાજી ખતમ થઈ ગઈ હોય અને કંઈ ન સૂઝે, તો બ્રેડ ઉપમા એક મજેદાર અને ચટાકેદાર વિકલ્પ છે.

બનાવવાની રીત: 4થી 5 બ્રેડ સ્લાઈસના નાના ચોરસ ટુકડા કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, કઢી પત્તા, લીલા મરચાં અને ડુંગળીનો વઘાર કરો. હવે હળદર, મીઠું અને સહેજ પાણી છાંટો જેથી મસાલા બળી ન જાય. ત્યારબાદ બ્રેડના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરો. છેલ્લે લીંબુનો રસ અને શેકેલી સીંગદાણા નાખીને સર્વ કરો.

સોયાબીનની વડીઓ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે અને તેનાથી પેટ પણ ભરાયેલું રહે છે.

બનાવવાની રીત: સોયા ચંક્સને 5 મિનિટ ગરમ પાણીમાં પલાળી, નીચોવીને અલગ રાખો. કઢાઈમાં તેલ ગરમ કરી જીરું, ડુંગળી અને મનપસંદ શાકભાજી સાંતળો. હવે તેમાં સોયા ચંક્સ, મીઠું, ગરમ મસાલો અને થોડો પાસ્તા સોસ કે કેચઅપ ઉમેરો. છેલ્લે રાંધેલા ભાત (ભાત બચેલા હોય તો પણ ચાલે) નાખીને બરાબર મિક્સ કરો. ૧૫ મિનિટમાં હાઈ-પ્રોટીન ડિનર તૈયાર.

Exit mobile version