Site icon Revoi.in

ખાસ પ્રસંગ્રે ઘરે જ બનાવો માવાની આ ખાસ મીઠાઈ, જાણો રેસીપી

Social Share

તહેવાર અને ખાસ પ્રસંગ્રે લોકના ઘરે મીઠાઈ બનાવવામાં આવે છે. ત્યારે આવા પ્રસંગોમાં માવામાંથી બનેલી માવા બરફી સહિતની ચાર મીઠાઈ ઘરે જ બનાવી શકો છો. જે બાળકો અને મોટા સહિત તમામને ભાવશે. તો ચાલો આજે જાણીએ માવાથી બનવી ખાસ આ ચાર મીઠાઈ…

માવા બરફીઃ જો તમારી પાસે ઘણો માવો વધ્યો હોય, તો સૌથી સરળ વિકલ્પ છે માવા બરફી. એક કડાઈમાં માવાને હલકો શેકી લો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ ખાંડ અને એલચી પાવડર ઉમેરો. જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈને એકરસ થઈ જાય, ત્યારે તેને ઘી લગાવેલી પ્લેટમાં પાથરી દો. ઉપરથી બદામ-પિસ્તાની કાતરી ભભરાવો. ઠંડુ થયા પછી તેને મનગમતા આકારમાં કાપીને સર્વ કરો.

માવા લાડુઃ નાના બાળકોને માવાના લાડુ ખૂબ ભાવતા હોય છે અને તે બનાવવામાં પણ મહેનત ઓછી લાગે છે. હલકો શેકેલો માવો લો, તેમાં દળેલી ખાંડ, ડ્રાય ફ્રૂટ્સના ટુકડા અને થોડું ઘી ઉમેરો. જો ઈચ્છો તો તેમાં કોપરાનું છીણ પણ ઉમેરી શકાય. આ મિશ્રણને સરખી રીતે ભેળવીને નાના-નાના લાડુ વાળી લો. આ લાડુ સ્વાદમાં લાજવાબ અને પૌષ્ટિક હોય છે.

માવા પરાઠાઃ જો તમે મીઠાઈથી કંટાળ્યા હોવ અને કંઈક નવું ખાવા માંગતા હોવ, તો માવા પરાઠા શ્રેષ્ઠ વિકલ્પ છે. માવામાં થોડી દળેલી ખાંડ અને એલચી મિક્સ કરી તેનું સ્ટફિંગ તૈયાર કરો. હવે ઘઉંના લોટની લૂઈ બનાવી તેમાં આ માવો ભરો અને હળવા હાથે વણી લો. તવા પર ઘી લગાવીને બંને બાજુ સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો. આ પરાઠા ગરમાગરમ ચા કે નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

માવા હલવોઃ ઓછા સમયમાં મહેમાનો માટે કંઈક મીઠું બનાવવું હોય તો માવા હલવો બેસ્ટ છે. કડાઈમાં થોડું ઘી ગરમ કરી તેમાં માવો નાખીને શેકો. ત્યારબાદ તેમાં ખાંડ અને થોડું દૂધ ઉમેરીને પકાવો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને ઘી છૂટું પડવા લાગે, ત્યારે ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ નાખીને ગરમાગરમ પીરસો.

આ પણ વાંચોઃ નક્સલવાદની કમર તૂટી: માસ્ટરમાઈન્ડ ગણપતિની નેપાળથી ધરપકડ

Exit mobile version