Site icon Revoi.in

ટીવી જગતના અભિનેતા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા

Social Share

ટીવી સીરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા છે. બંગાળની ચૂંટણી પહેલા અરૂણ ગોવિલનું ભાજપમાં જોડાવવું ખૂબ મહત્વનું માનવામાં આવે છે. અરુણ ગોવિલે ગુરુવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીનું સભ્યપદ લીધું હતું. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહે પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું.

સભ્યપદમાં ગ્રહણ કર્યા બાદ અરુણ ગોવિલે કહ્યું કે,આ સમયે જે આપણી ફરજ છે. તે આપણે કરવી જોઈએ. આજ પહેલાં મને રાજકારણ સમજાયું નહીં. પરંતુ મોદીજીએ જ્યારથી દેશને સંભાળ્યો છે.ત્યારથી જ દેશની પરિભાષા જ બદલાઈ ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે,હવે હું દેશ માટે યોગદાન આપવા માંગુ છું. આ માટે મને એક મંચની જરૂર છે.બીજેપી આજે એટલા માટે સરસ મંચ છે. મેં પહેલી વાર જોયું કે મમતા બેનર્જીને ‘જય શ્રી રામ’ ના નારાથી એલર્જી છે. જય શ્રી રામ માત્ર એક સૂત્ર નથી.રામાયણના શ્રીરામ પહેલા સિરિયલમાં રાવણ અને સીતાની ભૂમિકા નિભાવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદી અને અભિનેત્રી દીપિકા ચિખલીયાએ પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ અભિનેતા કોઈ રાજકીય પક્ષમાં જોડાયો હોય. ટીવી સીરિયલ રામાયણના કલાકાર પહેલાં મહાભારતના અભિનેતા અને અભિનેત્રીનું નામ પણ સામેલ છે.મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવી ચુકેલા અભિનેતા નીતીશ ભારદ્વાજ અને દ્રૌપદીનું પાત્ર ભજવી ચૂકેલી રૂપા ગાંગુલી પહેલાથી જ ભાજપમાં જોડાયા છે. બંને ભાજપના પક્ષમાં ખૂબ જ સક્રિય રીતે કામ કરે છે. અને રૂપા ગાંગુલી પણ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના સ્ટાર પ્રચારક છે.

-દેવાંશી