Site icon Revoi.in

BJPને હરાવવા માટે TMCની અધ્યક્ષતામાં વિપક્ષમાં સામેલ થવા મમતાએ કોંગ્રેસને આપ્યું આમંત્રણ !

Social Share

મુંબઈઃ છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં કોંગ્રેસનું પ્રદર્શન વિવિધ રાજ્યોમાં કથળી રહ્યું છે. બીજી તરફ મમતા બેનર્જી કોંગ્રેસને સાઈડલાઈન કરીને ટીએમસીની આગેવાનીમાં અન્ય રાજકીય પક્ષો સાથે મળીને ભાજપની સામે બીજો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન આગામી વર્ષે ગોવામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ટીએમસીએ ગોવાના સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. દરમિયાન મમતા બેનર્જીએ આ ગઠબંધનમાં જોડાવવા માટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળે છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, જો પશ્ચિમ બંગાળમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જાય તો ભાજપ કેન્દ્રીય એજન્સીઓને તપાસ અર્થે મોકલે છે. પરંતુ ગોવામાં ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ એજન્સી જોવા મળતી નથી. હું કોંગ્રેસની વિરોધમાં નથી. જો કોંગ્રેસને લાગતુ હોય તો ભાજપને હરાવવા માટે કામ કરવા માંગતી હોય તો અમને કોઈ વાંધો નથી. અમે ગોવામાં એમજીપી સાથે ગઠબંધન કર્યું છે ચાર-પાંચ પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે. અમારુ આ ગઠબંધન ભાજપને હરાવવા માટે પુરતું છે પરંતુ કોંગ્રેસ જોડાય તો અમારી સાથે જોડાઈ શકે છે.

દક્ષિણ ગોવામાં પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ટીએમસી એટલે કે મંદિર, મસ્જિદ અને ચર્ચ છે. અમે ભાજપ સામે લડી રહ્યાં છીએ, તેને જીતવાનો કોઈ મોકો આપવા નથી માંગતા. અમે અહીં વોટના વિભાજન માટે નથી આવ્યાં. ટીએમસી સાથેનું ગઠબંધન ભાજપ સામેનું વિકલ્પ છે. એટલે અમે લડીશું પરંતુ પાછા નહીં હટીએ.