Site icon Revoi.in

મણિપુર: સેનાપતિમાં આસામ રાઇફલ્સના કેમ્પ પર પથરાવ, સુરક્ષા દળોના વાહનોને આગ લગાવાઈ

Social Share

નવી દિલ્હી, 15 જુલાઈ 2026: મણિપુરમાં ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે રાત્રે સેનાપતિ જિલ્લામાં આસામ રાઇફલ્સના એક સૈન્ય કેમ્પ પર હિંસક ટોળાએ ભારે પથરાવ કર્યો હતો. ઉશ્કેરાયેલી ભીડે કેમ્પમાં તોડફોડ કરવાની સાથે સુરક્ષા દળોના ત્રણ વાહનોને આગને હવાલે કરી દીધા હતા. આ ઘટનાને પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, માકુઇલોંગદી વિસ્તારમાં સશસ્ત્ર ઉગ્રવાદીઓ છુપાયા હોવાની ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આસામ રાઇફલ્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ગણતરીના કલાકો બાદ જ આ હિંસક ઘટના બની હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, શંકાસ્પદ વિસ્તાર NSCN (IM)ના ઓકલોંગ સ્થિત નિર્ધારિત કેમ્પથી માત્ર બે કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલો છે. સીઝફાયર (યુદ્ધવિરામ)ના નિયમોનું ઉલ્લંઘન કરીને ઉગ્રવાદીઓ સશસ્ત્ર અને ગણવેશમાં ફરી રહ્યા હોવાના અહેવાલો બાદ સેનાએ આ કાર્યવાહી કરી હતી. જોકે, સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ સેનાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રાત્રે વાગ્યાની આસપાસ સેનાપતિ શહેરમાંથી એકઠું થયેલું મોટું ટોળું કેમ્પ પર તૂટી પડ્યું હતું. આ હિંસામાં સૈન્યના એક નાના વાહન સહિત બે ટ્રક અને એક નાગરિકની કારને ભારે નુકસાન પહોંચ્યું છે.

Exit mobile version