Site icon Revoi.in

મણિપુર હિંસાઃ પીડિતોના પરિવારને આર્થિક સહાયની સાથે એક સભ્યને સરકારી નોકરી અપાશે

Social Share

નવી દિલ્હીઃ મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા રોકવા અને વિવાદ ઉકેલવા ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં ધામા નાખ્યાં છે. તેઓ 1 જૂન સુધી મણિપુરમાં રહેશે. દરમિયાન તેણેમ મેરેથોન મીટિંગ શરૂ કરી છે. તેમણે હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને આર્થિક મદદની સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. તેમજ, હિંસા પછી રાજ્યમાં વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાયને મજબૂત કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

વાંચોઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો

સુત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહ પ્રથમ વખત કેબિનેટની બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે કેન્દ્ર અને રાજ્ય મળીને મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપશે. બંને સરકારો મળીને અડધો ખર્ચ ઉઠાવશે, અને પીડિત પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે રાજ્યમાં શાંતિ સ્થાપવા અને અફવાઓને રોકવા માટે ખાસ ટેલિફોન લાઇન બનાવવામાં આવશે.

રાજ્યમાં હિંસા બાદ પેટ્રોલ, એલપીજી, ચોખા અને અન્ય ખાદ્ય ચીજોની અછત સર્જાઈ હતી. કેબિનેટની બેઠક બાદ આદેશ આપવામાં આવ્યો છે કે, આ વસ્તુઓનો રાજ્યમાં મોટા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવે જેથી કરીને બ્લેક માર્કેટિંગ પર અંકુશ લાવી શકાય અને લોકોને યોગ્ય કિંમતે વસ્તુઓ ઉપલબ્ધ કરાવી શકાય. હિંસા બાદ રાજ્યનો અન્ય રાજ્યો સાથે સંપર્ક તૂટી ગયો હતો. રાજ્યમાં આ દિવસોમાં પેટ્રોલ 170 થી 200 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યું છે અને વચેટિયા નફો કમાઈ રહ્યા છે. ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને આઈબી સચિવ તપન કુમાર ડેકા પણ અમિત શાહ સાથે ઈમ્ફાલ પહોંચ્યા હતા.