Site icon Revoi.in

ગુજરાતમાં પગપેસારો કરવાનો આપ પાર્ટીનો પ્રયાસ, રાજ્યમાં સ્કૂલોની કરશે મુલાકાત

Social Share

અમદાવાદ: પંજાબમાં જીત મેળવ્યા બાદ હવે આ પાર્ટીની નજર ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણી પર છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની સરકારી સ્કૂલોની મુલાકાત લેવાના છે. જાણવા મળી રહ્યું છે કે આજે મનીષ સિસોદિયા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરની જ સરકારી શાળાઓની મુલાકાત લેશે અને તેની પરિસ્થિતિ અંગે લોકોને માહિતી આપશે.

દિલ્લીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની ગુજરાત મુલાકાત પહેલાં ભારતીય જનતા પાર્ટી દિલ્લીમાં જ આપ પાર્ટીની પોલ ખોલવાની શરૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે મનીષ સિસોદિયાના મતક્ષેત્રમાં જ વિકાસ નથી થયો અને ગુજરાતમાં આવીને દિલ્લી મોડલની દુહાઈ આપી રહ્યા છે.

શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા હતા. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો હતો. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. હવે મનિષ સીસોદીયાના ટ્વીટ અને આમંત્રણ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું હતું.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું કોઇને ગુજરાત સાથે સરખામણી કરવા માંગતો નથી. કેટલાક લોકો સત્તાના મદમાં છે. તેઓ દિલ્હી અને પંજાબ જીત્યા બંને રાજ્યોનો સરવાળો ગુજરાત જેટલો નથી. ગુજરાત એવું મેદાન નથી કે એમને કોઇને હિરોગીરી કરવા મળે. મિડિયામાં રહેવા અને મિડિયા ટ્રાયલ માટે લોકો વાતો કરે છે આ ગુજરાત છે. સૌ પોતાના સંસ્કાર બતાવે, અમે અમારા સંસ્કાર બતાવ્યા છે.

Exit mobile version