Site icon Revoi.in

આજે રામનવમી,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

Social Share

દિલ્હી : આજે રામ નવમી છે. ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ. જો કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા,પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ અભિનંદન સંદેશા આપી રહ્યા છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવી છે અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જેમ મર્યાદાઓનું પાલન કરવા સંદેશો પણ આપ્યો છે.

તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે- આજે રામ નવમી છે અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો આપણા બધા માટે એ જ સંદેશ છે કે, મર્યાદાનું પાલન કરે. કોરોનાના આ સંકટમાં કૃપા કરીને કોરોનાને ટાળવા માટે જે પણ ઉપાય ઉપલબ્ધ છે તેનું પાલન કરો.’દવા પણ અને કડકાઈ પણ’ ના મંત્રને યાદ રાખો.

રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ શુભ પ્રસંગે ટ્વિટ કર્યું છે તેમણે લખ્યું કે,તમામ દેશવાસીઓને શ્રી રામ નવમીની  હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા પર સદા રહે,તમે સ્વસ્થ રહો અને સમૃધ્ધ રહો.

રક્ષામંત્રી રાજનાથસિંહે પણ રામ નવમી નિમિત્તે દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા અને લખ્યું કે,શ્રી રામ નવમીના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપણા માટે ધૈર્ય,સંયમ,બહાદુરી અને ગૌરવનું પ્રતીક છે. રામ નવમીનો પર્વ તમામ દેશવાસીઓ માટે મંગલકારી રહે,તેવી પ્રભુ પાસે પ્રાર્થના છે.

હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ નવમીને રામ નવમીનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના 7 મા અવતાર ભગવાન રામનો જન્મ થયો હતો. ભગવાન શ્રી રામનો પૃથ્વી પર આગમન દિવસ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

દેવાંશી