Site icon Revoi.in

ગુજરાત યુનિ.ના જોબ પ્લેસમેન્ટમાં ઘણાબધા વિદ્યાર્થીઓને ઊંચા પગારે મળી જોબની ઓફર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ખાનગી અનેક યુનિવર્સિટીઓ આવેલી છે. દરેક યુનિવર્સિટીઓ નાની-મોટી કંપનીઓને આમંત્રણ આપીને જોબ પ્લોસમેન્ટ કેમ્પનું આયોજન કરકતી હોય છે. તાજેતમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ વિદ્યાર્થીને બેન્કિંગ સેક્ટરમાં વાર્ષિક રૂ.13.58 લાખનું જોબ પેકેજ ઓફર કરાયું  હતુ.  જે ત્રણ વિદ્યાર્થીને જોબ ઓફર થઈ છે, તેમાંથી બે વિદ્યાર્થી બી. કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (ગ્રાન્ટેડ)નાં છે. આ બંનેમાંથી યુવકે ગુજરાતીમાં અને યુવતીએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થિની ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એમએસસીની છે. જોબ પ્લેસમેન્ટ ફેરમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, મેનેજમેન્ટ, લો, એજ્યુકેશનના આશરે 175થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણાબધા વિદ્યાર્થીઓને જોબની ઓફર કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિ.ના આમંત્રણને માન આપીને ઘણીબધી કંપનીઓ અને બેન્ક સેકટરના પ્રતિનિધિઓ આવ્યા હતા.પ્લેસમેન્ટમાં ભાગ લેવા માટે ધોરણ 10-12માં ફર્સ્ટ ક્લાસ, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ ફર્સ્ટ કલાસની લાયકાત નક્કી કરાઈ હતી.પ્રી-પ્લેસમેન્ટ ટોક, રિટર્ન ટેસ્ટ, ગ્રૂપ ડિસ્કશનની પ્રવૃત્તિઓ ઓનલાઇન હાથ ધરાયા પછી ટેકનિકલ, એચઆર ઈન્ટરવ્યૂ રાઉન્ડ કંપનીએ અમદાવાદમાં યોજ્યા હતા. અત્યાર સુધીમાં બી. કે. સ્કૂલના કુલ 100થી વધુ વિદ્યાર્થીઓમાંથી 52 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી..

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.13.58 લાખના પગારની ઓફર કરવામાં આવી હતી. ત્રણેય વિદ્યાર્થીઓ ફેડરલ બેન્કમાં ઓફિસર ઇન જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ-1 જોબ જોઈન કરશે. અભ્યાસમાં તેજસ્વી એવા આ વિદ્યાર્થીઓને ભારતની કોઈ પણ ફેડરલ બેન્કમાં પ્લેસમેન્ટ મળશે

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જોબ પ્લેસમેન્ટ કેમ્પનું  આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલા જોબ પ્લેસમેન્ટ કેમ્પમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, મેનેજમેન્ટ, લો, એજ્યુકેશનના આશરે 175થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણાબધા વિદ્યાર્થીઓને જોબની ઓફર કરવામાં આવી હતી.