Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં ધો-6થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનાના કારણે મોટાભાગના રાજ્યોમાં શાળા-કોલેજમાં શિક્ષણ આપવામાં આવતું નથી. વિદ્યાર્થીઓનું અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આવપામાં આવી રહ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડએ કોરોના મહામારીને કારણે કોઈ પણ વાર્ષિક પરીક્ષા વિના તેમની સંલગ્ન શાળાઓમાં ધો- 6 થી 9 ના વિદ્યાર્થીઓને પાસ કરી આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.

પશ્ચિમ બંગાળ સરકાર સંચાલિત અને સરકારી સહાયક શાળાઓના આચાર્યોને જારી કરાયેલા એક જાહેરનામામાં માસ પ્રમોશનના નિર્ણય વિશે જાણકારી આપી છે. આમ આવી જાહેરાત કરનાર પશ્ચિમ બંગાળ પહેલું રાજ્ય બન્યું છે. એટલું જ નહીં આ વર્ષે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કોઈ પસંદગી પરીક્ષા લેવામાં આવશે નહીં.  જો જરૂરી હોય તો તેમના ધોરણ 10ના વિદ્યાર્થીઓને મોક ટેસ્ટની મદદથી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની તક આપવામાં આવે.

રાજ્યના શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે, સિલેબસ કમિટીની ભલામણ મુજબ આ વર્ષની પરીક્ષા માટે ધો- 10 અને 12માં 30 ટકાના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે.