Site icon Revoi.in

ગુજરાતમાં 75થી વધારે IPSની સામુહિક બદલી, નિર્લિપ્ત રોયને સ્ટેટ મોનટરિંગ સેલના SP બનાવાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીની અટકળો વહેતી થઈ હતી. સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમવાર 70થી વધારે પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરાયાં હતા. એટલું જ નહીં 25થી વધારે ASP અને Dyspને પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવતા પોલીસ બેડામાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક સાથે 77 IPS અધિકારીઓની બદલી અથવા બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં લીના પટેલ, જયપાલ સિંગ રાઠોડ અને નિર્લિપ્ત રૉય જેવા સિનિયર અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ઉચ્ચ પોલીસ અધિકારી જયપાલ સિંહ રાઠોડ રાજકોટના SP બન્યા છે. આવી જ રીતે લીના પાટીલને ભરૂચના એસપી, તરૂણ દુગ્ગલને ગાંધીનગરના SP, સાબરકાંઠાના SP તરીકે વિશાલ વાઘેલા, શ્વેતા શ્રીમાળીને વેસ્ટર્ન રેલવે SP, નિર્લિપ્ત રોયને સ્ટેટ મોનટરિંગ સેલના SP, દિપક મેઘાણીને રાજ્યપાલના ADC, પ્રેસુખ ડેલુને જામનગરના SP, મહેન્દ્ર બગડિયાને કચ્છ SP, સુનીલ જોષીને અમદાવાદના SP, હિતેષ જોયશરને સુરતના SP, આર.વી.ચુડાસમાને SRPFના કમાન્ડર, આર.ટી.સુસારાને સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના SP, સુજાતા મજમૂદારને કરાઈ એકેડમીના ડેપ્યુટી ડાયરેક્ટર , સુધીર દેસાઈને રાજકોટ સીટીના ડીસીપી, બલરામ મીણાને દાહોદ SP અને ડૉ.કરણરાજ વાઘેલાને બોટાદના SP બનાવામાં આવ્યાં છે.

ગુજરાતમાં સરકાર દ્વારા 77 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. દરમિયાન આગામી દિવસોમાં અન્ય પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી આપવામાં આવે તેવી શકયતા પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.