Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં મેધતાંડવથી તબાહી સર્જાઈઃ  24 કલાકમાં ભૂસ્ખલન અને પુરથી 112 લોકોના મોત, અનેક લોકો લાપતા

Social Share

 

મુંબઈઃ સમગ્ર દેશભરમાં ચોમાસું બેસી ગયું છે, કેટલાક રાજ્યોમાં વરસાદે તાંડવ મંચાવ્યો છે, ભારેથી અતિભારે વરસાદ મહારાષ્ટ્ર માટે મોટી આફત બનીને આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે 112 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 99 લોકો ગુમ થયાના સમાચાર મળી રહ્યા છે.

ભૂસ્ખલન અને પરુના કારણે સમગ્ર રાજ્યમાં કુલ 122ના મોત

કોંકણના રાયગઢમાં સૌથી વધુ વિનાશકારી દ્રશ્યો સર્જાયા છે. જિલ્લામાં ત્રણ સ્થળે ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. જેમાં મહાડના તલિયા ગામે ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 52 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને 53 લોકો લાપતા છે. તો  33 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા જોવા મળ્યા છે.

સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમે જારી કરેલી માહિતી પ્રમાણે રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પુણેમાં  મળીને અત્યાર સુધીમાં 112 મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા છે, જ્યારે 53 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાયગઢ જિલ્લાના પોલાદપુર તાલુકાના સુતારવાડી ખાતે થયેલા ભૂસ્ખલનમાં તાલીયે ગામ ઉપરાંત 5 લોકોનાં મોત થયા હતાં અને 15 લોકો ઘાયલ થયા હતા.આ સાથે જ કેલગામમાં પણ 5 લોકોના મોત થાય છે.6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે,

અનેક લોકોનું કારાયુ સ્થાળંતર

પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણેમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને નદીઓ નાળઆ છલકાયા છે, બન્ને કાઠેનદીઓ વહેતા અત્યાર સુધીમાં 1 લાખ 35 હજાર 313 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 40,882 લોકો કોલ્હાપુર જિલ્લાના છે.

સતારામાં 3 હજારથી વધુ પશુઓના થયા મોત

વરસાદ દરમિયાન ભૂસ્ખલન અને પૂરમાં  3 હજાર 221 પાતલું પ્રાણીઓનાં મોત નીપજ્યાં હતાં. સતારા જિલ્લામાં 3024 પ્રાણીઓના મોત થયા છે જ્યારે રત્નાગિરિમાં 115, રાયગઢમાં 33, કોલ્હાપુરમાં 27, સાંગલીમાં 13, પૂણેમાં 6 અને થાણેમાં 3 પ્રાણીઓના મોત થાય છે.

નૌસેના સહિત અનેક ટીમ બચાવકાર્યમાં જોતરાય

રાજ્યમાં વરસાદની આપત્તિમાં રાહત માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 34 ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાંથી 8 ટીમોને મુંબઈ, પુણે અને નાગપુરમાં અનામત રાખવામાં આવી છે.આ ઉપરાંત નૌસેનાની 7 ટીમો, એસડીઆરએફની 8, કોસ્ટગાર્ડની ત્રણ અને એરફોર્સના હેલિકોપ્ટર સહિત આર્મીની 6 ટીમોની મદદ લેવાઈ રહી છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 48 બોટ અને એસડીઆરએફની 11 બોટ સહિત 59 બોટ દ્વારા લોકોને બચાવાના કાર્ય પાર પાડવામાં આવી રહ્યા છે