Site icon Revoi.in

અમેરિકા-ઈરાનના યુદ્ધ વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ, સીઝફાયર પર ચર્ચાનો ઈન્કાર

Social Share

તહેરીન, 16 માર્ચ 2026: અમેરિકા અને ઈરાને યુદ્ધવિરામ પર વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મધ્ય પૂર્વીય દેશોના મધ્યસ્થતા પ્રસ્તાવને ફગાવી દીધો છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન આત્મસમર્પણ ન કરે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. ઈરાને પણ પીછેહઠ કરવાની મનાઈ કરી દીધી છે. હવે બંને દેશો પોતાની જીદ પર અડગ છે અને મધ્ય પૂર્વીય દેશોની મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. એવામાં મિડલ ઈસ્ટમાં જંગ હજુ ચાલુ રહેવાના અણસાર છે.

મિડલ ઈસ્ટમાં છેડાયેલી જંગ હજુ ચાલુ રહેશે, કારણ કે અમેરિકા અને ઈરાને સીઝફાયર પર વાતચીત કરવાનો સાફ ઇનકાર કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મધ્ય પૂર્વીય દેશોનો મધ્યસ્થતાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. તેમનું કહેવું છે કે ઈરાન જ્યાં સુધી સરેન્ડર નહીં કરે, ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. બીજી તરફ ઈરાન પણ સાફ કહી ચૂક્યું છે કે જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય, ત્યાં સુધી યુદ્ધ ખતમ નહીં થાય. એવામાં ઓમાન અને ઇજિપ્ત (મિસ્ર)ના વાતચીતના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

ઈરાન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઓમાન અને ઇજિપ્ત સહિતના અનેક દેશો જંગ ખતમ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેઓ બંને પક્ષોની વાતચીત કરાવવાના પ્રયત્નો કરી ચૂક્યા છે. પરંતુ જ્યાં સુધી અમેરિકા અને ઇઝરાયેલના હુમલા નહીં અટકે અને જ્યાં સુધી ઈરાનની શરતો માનવામાં નહીં આવે, ત્યાં સુધી હુમલા નહીં રોકાય. ન તો તેઓ યુદ્ધવિરામ પર વાત કરશે અને ન તો યુદ્ધવિરામ કરશે. એવામાં યુદ્ધ લાંબુ ચાલી શકે છે, જેમાં અનેક લોકો માર્યા જઈ શકે છે અને છેલ્લા 15 દિવસમાં ઘણા લોકો માર્યા ગયા છે.

બીજી તરફ ઈરાને પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલા બંધ નથી થતા, ત્યાં સુધી તે કોઈ પણ યુદ્ધવિરામ માટે તૈયાર નથી. બે વરિષ્ઠ ઈરાની સ્ત્રોતોએ જણાવ્યું કે અનેક દેશો આ સંઘર્ષને ખતમ કરાવવા માટે મધ્યસ્થતાના પ્રયાસો કરી રહ્યા છે. વોશિંગ્ટન અને તેહરાન બંને તરફથી વાતચીતમાં રસ ન દેખાતા એવા સંકેત મળી રહ્યા છે કે આ યુદ્ધ લાંબુ ખેંચાઈ શકે છે. આ દરમિયાન સંઘર્ષમાં સામાન્ય લોકોના મોત વધી રહ્યા છે અને ઈરાન દ્વારા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને બંધ કરવાથી તેલની કિંમતો ઝડપથી વધી ગઈ છે.

આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટમાં તણાવને પગલે ભારતીય વિમાનોના રૂટ બદલાયા

Exit mobile version