Site icon Revoi.in

પીએમ મોદી અને માઈક્રોસોફ્ટ કોર્પો.ના સીઈઓ સત્ય નડેલા વચ્ચે મુલાકાત

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, ટેક્નોલોજી અને ઈનોવેશનમાં ભારતની પ્રગતિ ટેકની આગેવાની હેઠળના વિકાસના યુગની શરૂઆત કરી રહી છે.

દરમિયાન પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ”તમને મળીને આનંદ થયો @satyanadella. ટેક્નોલોજી અને ઇનોવેશનમાં ભારતની પ્રગતિ ટેકની આગેવાની હેઠળના વિકાસના યુગની શરૂઆત કરી રહી છે. અમારા યુવાનો એવા વિચારોથી ભરેલા છે જે ધરતીને બદલવાની ક્ષમતા ધરાવે છે.

પીએમ મોદી અને માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા વચ્ચે આધુનિક ટેકનોલોજીને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.