Site icon Revoi.in

ભારતમાં ઓનલાઈન છેતરપીંડીનો સૌથી વધારે ભોગ પુરુષો બને છેઃ સર્વેમાં ખુલાસો

Social Share

દિલ્હીઃ માઈક્રોસોફ્ટને પોતાની 2021 ગ્લોબલ ટેક સપોર્ટ સ્કેમ રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. જે અનુસાર 12 મહિનામાં ભારતીય ગ્રાહક સૌથી વધારે ઓનલાઈન ફ્રોડના શિકાર બન્યાં છે. તેનો દર લગભગ 69 ટકા છે. જે વર્ષ 2018ના 70 ટકાની નજીક જ છે. વૈશ્વિક સ્તર ઉપર ઓનલાઈન ફ્રોડમાં 5 ટકા ઘટાડા સાથે 59 ટકા રહ્યું છે.

ભારતમાં લગભગ 48 ટકા ગ્રાહક ઓનલાઈન ફ્રોડનો શિકાર બને છે. વર્ષ 2018ની સરખામણીમાં 8 ટકાનો વધારો થયો છે. ભારતીય ગ્રાહકો અજાણ્યા કોલ ઉપર ભરોસો કરે છે કે ફોન કંપની તરફથી છે. 2021ના સર્વેમાં 47 ટકા લોકોએ માન્યુ કે કોઈ કંપની અજાણ્યો કોલ, પોપ-અપ, ટેક્સ મેસેજ, જાહેરાત તથા ઈમેલના માધ્યમથી તેમનો સંપર્ક કરે છે.  આમાં વર્ષ 2018માં 32 ટકાની સરખામણીમાં 15 ટકાનો વધારો થયો છે.

ભારતમાં ફ્રોડ લોકો સાથે વાતચીત કરનારા 73 ટકા પુરુષ નાણા ગુમાવે છે. જ્યારે તેમની સરખામણીમાં 27 ટકા મહિલાઓ નાણા ગુમાવે છે. ભારતમાં 3માંથી એક વ્યક્તિ છેતરપીંડી કરનારાઓ સાથે વાતચીત કરવાની સાથે નાણા ગુમાવે છે. ભારતમાં 2021માં 24થી 37 વર્ષના લોકો છેતરપીંડીનો ભોગ બનવાની શકયતા છે. આ ઉંમરના 58 ટકા લોકોએ પૈસા ગુમાવ્યાં છે.

વર્ષ 2018થી 2021 દરમિયાન અજણ્યા નંબરથી ફોન મારફતે છેતરપીંડની ઘટનામાં 23થી વધીને 31 ટકા થયો છે. ભારતમાં વર્ષ 2021માં છેતરપીંડીથી પૈસા ગુમાવનારાઓને સરેરાશ રૂ. 15334નું નુકશાન થયું છે. 88 ટકા લોકો પોતાના પૈસા પરત મેળવવામાં સફળ રહ્યાં છે. પૈસા ગુમાવનારાઓ પૈકી 43 ટકાએ બેંક ટ્રાન્સફરથી નાણા આપ્યાં છે.