Site icon Revoi.in

પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

Social Share

નવી દિલ્હીઃ હવામાન વિભાગે રવિવાર સુધી પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વિવિધ સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ અને નાગાલેન્ડમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને કેરળમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ રહેશે.વરિષ્ઠ હવામાનશાસ્ત્રી આર.કે. જેનામને જણાવ્યું કે, આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે.