Site icon Revoi.in

હવામના વિભાગની આગાહીઃ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતાઓ

Social Share

દિલ્હીઃ-  આ વપ્ષ દરમિયાન ચોમાસું હોવા છંત્તા કેટલાક રાજ્યો વરસાદથી વંચિત રહ્યા હતા ,જો કે ચોમાસું હવે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા રાજ્યોમાં સક્રિય બન્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુરુવારે દેશના ઘણા ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ સાથે જ  પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન અને ગુજરાત માટે આ લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ રાજ્યોમાં 26 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગે લોકોને ખરાબ હવામાનને જોતા જરૂરી સાવચેતી રાખવાની પણ સલાહ આપી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદની સાથે દૃશ્યતા ઓછી થવાની શક્યતાઓ છે આ સાથે જ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જોકે, દિલ્હીમાં આજે તાપમાન 29 ડિગ્રીએ પહોંચી ગયું છે.

દિલ્હીમાં પણ વરસાદની સંભાવના

હાલમાં હવામાન વિભાગે દિલ્હી માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ પહેલા હવામાન એજન્સીએ અત્યંત ખરાબ હવામાનની ચેતવણી આપી હતી, બુધવારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં ભારે વરસાદના કારણે લોકોને પાણી ભરાવાની સમસ્યા તેમજ ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે

Exit mobile version