Site icon Revoi.in

અમદાવાદમાં વેજલપુરના APMCથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ થશે

Social Share

અમદાવાદઃ  શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું રુટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ તા.30મી ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું હતુ.  ત્યારબાદ પ્રથમ રૂટ્સનો એક રૂટ વસ્ત્રાલથી થલતેજને 2જી ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો. હવે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રુટ વેજલપુર APMC થી મોટેરાના રુટનો આજે તા.  06 ઑક્ટોબરના રોજ પ્રારંભ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના રૂટ્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ગઈ તા.30 ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું હતું . ત્યારબાદપ્રથમ રૂટ્સના એક રૂટ વસ્ત્રાલથી થલતેજને 2જી ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો. જ્યારે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રૂટ વેજલપુર APMC થી મોટેરાના રૂટનો આજે તા. 06 ઑક્ટોબરના રોજ પ્રારંભ કરાશે. જેની માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રૂટ શરૂ થવાને લઈને મેટ્રો વિભાગ દ્વારા ટ્રેનનું સતત નિરીક્ષણ કરાયુ હતુ.  જેમાં રૂટ શરૂ થાય તે પહેલા કોઈ ખામી ન રહી જાય તેની દરકાર લેવામાં આવી હતી. વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ રૂટમાં 15 જેટલા સ્ટેશનો છે. જેમાં 15 સ્ટેશનમાં મુખ્ય આકર્ષણવાળુ સ્ટેશન જૂની હાઇકોર્ટ છે. જેમાં ઇન્ટરચેન્જ સ્ટેશન હોવાથી આકર્ષણનું સ્ટેશન બન્યું છે. જૂની હાઇકોર્ટ સ્ટેશન પર વસ્ત્રાલથી થલતેજ રૂટ અને વેજલપુર APMCથી મોટેરા રોડ જોડાતો હોવાથી આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ હાલ 2 ઓક્ટોબરે શરૂ થયેલા રૂટમાં બહોળી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં મેટ્રો ટ્રેન ગયા સપ્તાહે શરૂ થઇ ગઇ છે અને આરંભે જ લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. પહેલા દિવસે ટ્રેન ફુલ થઇ ગઇ હતી. લોકો નવો અનુભવ કરવા માટે મેટ્રોમાં સફર કરવા આવી રહ્યા છે. 2 ઓક્ટોબરથી વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટની મેટ્રો ચાલુ થતાં પહેલા જ દિવસથી પ્રજાનો મોટો પ્રતિસાદ જોઈને તંત્ર વાહકો ખુશ થઈ ગયા હતા અને એક જ દિવસમાં તમામ સમયપત્રકની ટ્રેનો પેક થઇ ગઈ હતી. અગાઉ દરરોજ દર અડધા કલાકે મેટ્રો ટ્રેન મૂકવાની વાત હતી, પરંતુ લોકોનો ઉત્સાહ જોતા દર પંદર મિનિટે ટ્રેન મળવાની શરૂઆત થઈ ગઈ છે. પહેલો કોરિડોર થલતેજથી વસ્ત્રાલ શરૂ થઇ ગયો છે અને આજે 6ઠ્ઠી ઓકટોબરથી એપીએમસીથી મોટેરા સુધીનો બીજો રૂટ’ પણ શરૂ થઈ જશે એટલે બે કોરિડોરથી આખું અમદાવાદ કવર થઇ જશે. અમદાવાદના ટ્રાફિકથી તરબતર રસ્તાઓમાં થોડી હળવાશ અનુભવાશે.