Site icon Revoi.in

બનાસકાંઠાના કાંકરેજમાં બનાસ નદીમાં ખાણ માફિયાઓ ઉપર ખાણ ખનીજ વિભાગના દરોડા

Social Share

અમદાવાદઃ બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન કાંકરેજના મોટા જામપુરની બનાસ નદીમાં ખાણ ખનીજ વિભાગ અને શિહોરી પોલીસે દરોડો પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે સ્થળ પરથી 15 જેટલા ડમ્પર મળીને કુલ રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસ નદીમાં ખેતી ચોરીના દુષણને લઈને વ્યાપક ફરિયાદો ઉઠી હતી. બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા રાત્રિ દરમિયાન રેત ખનન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. જેના આધારે ખાણ ખનીજ વિભાગે શિહોરી પોલીસને સાથે રાખી મોટા જામપુરની બનાસ નદીમાં દરોડા પાડ્યા હતા. બનાસ નદીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વો પર તવાઈ બોલાવી હતી. ખાણ જમીન વિભાગના દરોડાના પગલે ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. ખાણ ખનીજ વિભાગ અને પોલીસે સ્થળ પરથી 15 જેટલા ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત રુપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દરોડાના પગલે આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સમગ્ર ઘટના અંગે પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા ખાણ માફિયાઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. પોલીસની કાર્યવાહીને પગલે ખાણ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.