Site icon Revoi.in

મોદી કેબિનેટે ડીઆરડીઓ દ્રારા વિકસીત આકાશ મિસાઈલના નિકાસને આપી મંજુરી – સંરક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જાણકારી આપી

Social Share

દિલ્હીઃ-આજ રોજ વડા પ્રધાન મોદીની અધ્યાક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મિસાઈલ સિસ્ટમને દેશમાંથી નિકાસ કરવા બાબતે મંજુરી આપવામાં આવી છે,નિકાસ પ્રણાલીને ઝડપી બનાવવા માટે એક ખાસ સમિતિની રચના પણલકરવામાં આવી છે,સંરક્ષણમંત્રી દ્રારા આ સમગ્ર બાબતે ટ્વિટર પણ માહિતી શેર કરવામાં આવી છે. ભારત સરકાર દ્રારા 5 બિલિયન અમેરીકી ડોલરના ડિફેન્સ એક્સપોર્ટના લક્ષ્યને પુરુ કરવાના હેતુથી અને મિત્રતાવાળઆ દેશોની સાથે રણનૈતિક સંબંધો મજબુત બનાવવાના માટે આ નિકાસ કરવાની બાબતને મંજુરી અપાઈ છે.

ઉલ્લેખનીય છે, ડિઆરડીઓ દ્રારા નિર્માણ પામેલી આકાશ મિસાઈલ સિસ્ટમ 96 ટકાથી પણ વધારે સ્વદેશીકરણ સાથે દેશની મહત્વપૂર્ણ મિસાઈલોમાંથી એક  છે. આકાશ એક મધ્યમ અંતરની જમીન પરથી હવામાં વાર કરનારી ડિફેન્સ સિસ્ટમ મિલસાઈલ છે. નિકાસ કરવા માટે બનાવવામાં આવેલી આ આકાશ મિસાઈલનું વર્ઝન હાલ ભારતીય સશસ્ત્ર દળો  સાથે તૈનાત કરવામાં આવતી પ્રણાલીથી કંઈક અલગ હશે

આ સમગ્ર બાબતને લઈને દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, નિકાસ કરવામાં આવનારી મિસાઈલ સિસ્ટમ વર્તમાન ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વરપ્જનથી જુદી હશે. મંત્રીમંડળના આ નિર્ણયથી દેશને પોતાના રક્ષાઉત્પાદનોને સારા બનનાવવા અને તેને વિશ્વસ્તરે પ્રતિસ્પર્ધિ બનાવવામાં પણ મદદરુપ સાબિત થશે.

સાહિન-