Site icon Revoi.in

મોદી ચાહે છે તમે જય શ્રીરામ બોલો અને ભૂખ્યા મરી જાવ: રાહુલ ગાંધી

Social Share

શાજાપુર: મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. મંગળવારે રાહુલ ગાંધીની યાત્રાનો કાફલો શાજાપુર પહોંચ્યો અને તે દરમિયાન તેમની સાથે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ અને પ્રદેશ પ્રમુખ જીતુ પટવારી હાજર હતા. શાજાપુરમાં થયેલી નુક્કડ સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાહે છે કે તમે દિવસભર મોબાઈલ પર રહો, જય શ્રીરામ બોલો અને ભૂખ્યા મરી જાવ.

આ દરમિયાન ન્યાય યાત્રામાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પાર્ટીના ઝંડા લઈને પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીની સામે મોદી-મોદીના સૂત્રો પોકાર્યા હતા. જેને સાંભળીને રાહુલ ગાંધી ખુદ ગાડીમાંથી ઉતર્યા અને ભાજપના કાર્યકર્તાઓ પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ જય શ્રીરામનો સૂત્રોચ્ચાર કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના હાથમાં બટાકા આપ્યા અને કહ્યુ કે બટાકામાંથી સોનું બનાવી દો. મધ્યપ્રદેશના શાજાપુરમાં ન્યાય યાત્રાનો મંગળવારો ચોથો દિવસ છે.

આ યાત્રા બ્યાવરાથી શરૂ થઈને પચોર, સારંગપુર થઈને શાજાપુર પહોંચી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ રોડ શૉ કર્યો છે.તેના પછી તેઓ મક્સી પહોંચશે અને ત્યાં એક રોડ શો અને નુક્કડ સભાને સંબોધિત કરશે.

ઉજ્જૈનમાં રોડ શો મહાકાલ ચોકથી ગુદરી, પટની બાજાર, ગોપાલ મંદિર, સરાફા, સતીગેટ, કંઠાલ, નવી સડક, દૌલતગંજ, માલીપુરા થઈને દેવાસ ગેટ ચોક પહોંચશે. અહીં રાહુલ ગાંધીની સભા થશે. રાહુલ ગાંધી ઉજ્જૈનથી 30 કિલોમીટર દૂર ઈંગોરિયામાં રાત્રિ વિશ્રામ કરશે.

પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ કે. કે. મિશ્રાએ કહ્યુ છે કે બપોરે સાડા બાર વાગ્યે શાજાપુરના મક્સીમાં વિદ્યા સંસ્કાર ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં લંચ થશે. ન્યાય યાત્રા કાયથા, વિજયગંજ મંડી અન મક્સી થઈને ઉજ્જૈન પહોંચશે.

મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી 20 વર્ષમાં પાંચમી વખત ઉજ્જૈન પહોંચી રહ્યા છે. અત્યાર સુધી તેઓ ત્રણ વખત મહાકાલ મંદિરમાં દર્શન કરી ચુક્યા છે. તેઓ ચોથી વખત બાબા મહાકાલના આશિર્વાદ લેવા માટે પહોંચશે. રાહુલ ગાંધીની ઉજ્જૈન યાત્રાનો ચાર વખત એક જેવો સંયોગ બન્યો છે. તેમાંથી બે વાર પાંચ અને બે વાર 29 તારીખનો યોગ રહ્યો છે.