બેંગલુરુ, 16 જાન્યુઆરી, 2026: કેરળના એક વિદ્યાર્થીએ જૂની કાર ખરીદીને તેમાં વિચિત્ર ફેરફાર (Modification) કર્યા હતા, પરંતુ તેનો આ શોખ તેને આર્થિક રીતે ભારે પડી ગયો છે. બેંગલુરુ પોલીસે નિયમોના ઉલ્લંઘન બદલ વિદ્યાર્થીને કારની કિંમત કરતાં પણ વધુનો દંડ ફટકાર્યો છે. car Modifications turns costly
મીડિયા અહેવાલ મુજબ, કેરળના વતની અને બેંગલુરુમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી આશરે ₹60,000 માં એક જૂની કાર ખરીદી હતી. આ કારને ‘સ્પોર્ટી’ લુક આપવા માટે તેણે તેમાં મોટા પાયે ફેરફારો કર્યા હતા. તેણે કારમાં એવું મિકેનિઝમ ગોઠવ્યું હતું કે જ્યારે પણ તે એક્સિલરેટર આપે, ત્યારે કારના સાયલન્સરમાંથી ફટાકડા જેવો અવાજ આવે અને સાથે જ આગના ગોટા બહાર નીકળે.
આ વિદ્યાર્થી જ્યારે બેંગલુરુના રસ્તા પર સાયલન્સરમાંથી આગ કાઢતી કાર લઈને નીકળ્યો ત્યારે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર તો બની, પરંતુ સાથે જ પોલીસની નજરે પણ ચડી ગઈ. ટ્રાફિક પોલીસે આ જોખમી કારને અટકાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે: કારના સાયલન્સરમાં ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યા હતા, તેનાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થતું હતું. એટલું જ નહીં પરંતુ કારમાં અનેક એવા બદલાવ હતા જે પરિવહન વિભાગના (RTO) નિયમોની વિરુદ્ધ હતા.
બેંગલુરુ ટ્રાફિક પોલીસની X પોસ્ટ, જુઓ વીડિયો
Fire from the exhaust? Expect the cost. Public roads aren’t stunt posts.
ಸಾರ್ವಜನಿಕ ರಸ್ತೆಗಳು ಸ್ಟಂಟ್ ಮಾಡುವ ಜಾಗವಲ್ಲ. ನಿಮ್ಮ ವಾಹನದ ಎಕ್ಸಾಸ್ಟ್ (Exhaust) ಮಾರ್ಪಡಿಸಿ ಕಿಡಿ ಅಥವಾ ಬೆಂಕಿ ಹೊರಬರುವಂತೆ ಮಾಡುವುದು ಕಾನೂನುಬಾಹಿರ. ನಿಮ್ಮ ಸಾಹಸಕ್ಕೆ ತಕ್ಕ ಬೆಲೆ ತೆರಬೇಕಾಗುತ್ತದೆ ಎಂಬುದು ನೆನಪಿರಲಿ.#NoStunts… pic.twitter.com/c6cJOShJaW
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) January 15, 2026
આ રીતે મોંઘો પડ્યો શોખ
બેંગલુરુ ટ્રાફિક પોલીસે વિદ્યાર્થી પર વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અને તેને કુલ ₹1,00,000 (એક લાખ રૂપિયા) નો દંડ ફટકાર્યો. નોંધનીય છે કે દંડની આ રકમ કારની ખરીદ કિંમત (₹60,000) કરતાં પણ ઘણી વધારે છે. એટલું જ નહીં, પોલીસે કારને પણ જપ્ત કરી લીધી છે અને તેને મૂળ સ્થિતિમાં લાવવા માટે સૂચના આપી છે.
પોલીસે આ ઘટના દ્વારા યુવાનોને સંદેશ આપ્યો છે કે રસ્તા પર દોડતા વાહનોમાં સુરક્ષાના ધોરણો જાળવવાના મહત્ત્વ ને નજરઅંદાજ ન કરવું જોઈએ. ગેરકાયદેસર રીતે કરવામાં આવતા મોડિફિકેશન માત્ર ખિસ્સા પર જ નહીં, પરંતુ જીવ પર પણ જોખમ ઊભું કરી શકે છે.
આ પણ વાંચોઃ મુસ્લિમ સ્ત્રીઓ મૌન રહે તેવી અપેક્ષા રખાય છે, પણ મેં પિતૃસત્તાને પડકારી છેઃ બુકર વિજેતા બાનુ મુશ્તાક
શું ભારતમાં કાર મોડિફિકેશન કાયદેસર છે?
ભારતમાં કારમાં ફેરફાર (Modifications) કરવા કાયદેસર છે, પરંતુ તેની મર્યાદાઓ ખૂબ જ સખત છે. કાયદો અમુક ચોક્કસ ફેરફારોની પરવાનગી આપે છે, જો તેનાથી નીચેની બાબતો પર અસર ન પડતી હોય:
- તેનાથી માર્ગ સલામતી (Road Safety) જોખમાવી જોઈએ નહીં.
- વાહનનો અવાજ (Noise) અથવા ઉત્સર્જન (Emissions/પ્રદૂષણ) વધવું જોઈએ નહીં.
- વાહનનું મૂળ માળખું (Original Structure) બદલાવું જોઈએ નહીં.
મહત્ત્વની બાબતો:
ભારતીય કાયદા (Motor Vehicles Act) મુજબ, તમે એવો કોઈ પણ ફેરફાર નથી કરી શકતા જે વાહનની મૂળભૂત વિગતો (જેમ કે એન્જિનની ક્ષમતા, ફ્યુઅલ ટાઈપ અથવા બોડી સ્ટ્રક્ચર) ને બદલી નાખે, સિવાય કે તેને આરટીઓ (RTO) દ્વારા મંજૂર કરવામાં આવે.

