Site icon Revoi.in

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 17 કરોડથી વધુ ડોઝ અપાયા

Social Share

દિલ્હી:ભારત સરકાર હાલ કોરોનાને હરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.દેશ-વિદેશથી તમામ જરૂરી મેડીકલ સાધન સામગ્રીની આયાત કરી રહી છે.આવામાં સરકાર દ્વારા વેક્સીનેશન પ્રક્રિયા પર પણ સંપૂર્ણ રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ભારતમાં કોવિડ -19 સામે રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ત્યારથી લઇ અત્યાર સુધીમાં 17 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ અંગે માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે, શુક્રવારે દેશના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વય જૂથના 2,43,958 લોકોને કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ વય જૂથના 20,29,395 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ,દેશમાં કોરોના વેક્સીનના કુલ 17,01,53,432 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 95,46,871 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 64,71,090 આરોગ્ય કર્મચારીઓને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. તો,અગ્રીમ મોરચા પર તૈનાત 1,39,71,341 કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે,જ્યારે 77,54,283 કર્મચારીઓને બંને ડોઝ આપવામાં આવ્યા છે.અઢાર થી 44 વર્ષની વયના 20,29,395 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે

આ ઉપરાંત 45 થી 60 વર્ષની વયના 5,51,74,561 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે,જ્યારે 65,55,714 લોકોએ બીજો ડોઝ લીધો છે. સાઇઠ વર્ષથી વધુ ઉંમરના 5,36,72,259 લોકોને પહેલો, જ્યારે 1,49,77,918 લોકોને બીજો ડોઝ આપવામા આવ્યો છે.